________________
પાનાંનાં પાનાં ભર્યા છે. શતાબ્દીઓ સુધી તેઓ ઝઘડવા, પછી ઠંડા પડવા ને સમજ્યા કે ધર્મને ઝઘડાનું કારણ ન બનાવવું આપણું હિત ધર્મભેદ હોવા છતાં મનભેદ રાખવામાં નથી, ને એક બન્યા. એક દહાડો હિંદુ-મુસલમાનનું પણ એમ જ બનવું અનિવાર્ય છે. બાકી કુંદનદેવી ! રાજકાજમાં તો ધર્મનું બહાનું છે. એમાં તો બાપ બેટાનો નથી, બેટો બાપનો નથી; ને જે ધર્મ એક જ હોવાથી ઉન્નતિ થતી હોત તો, આ આપણું અસંખ્ય રાજવીઓ એક થઈને દેશના દુશ્મનો સામે ઊભા રહ્યા હતા. ધર્મથી એકતા થતી હેત તો ચંદ્રવંશી ને સૂર્યવંશી, રાઠોડ ને ચૌહાણ, કચ્છવાહ ને પરમાર અને તેવી રીતે ગજનવી અને ગોરી, ખિલજી ને ગુલામ, મોગલ ને અફઘાન, સામાની ને તાર એકબીજા સાથે લડતા ન હોત.”
અમને સ્ત્રીઓને લાંબી સમજણ ન પડે. જે મંદિર તથા મૂર્તિઓ તોડે, માણસોને વટલાવે, સ્ત્રીઓનું શિયળ ભ્રષ્ટ કરે એને આપણે સાથ ન હોય.'
સાચું કહ્યું અને સુંદરી, એ વખત આવશે ત્યારે આ હેમરાજ ત્યાં ઊભો નહીં હોય! બાકી તો દરેક વિજેતાએ વત્તીઓછી રીતે જિતાયેલી પ્રજા પર જુલમ કર્યા જ છે. અલબત્ત, જુલમના પ્રકારમાં ફેર હશે. પણ મારી દૃષ્ટિએ જુલમ કરનાર કરતાં જુલમ સહનાર પ્રજા જ એ માટે વધુ ગુનેગાર છે. પ્રજા જુલમ સહન ક્ય જતી હોય તો જાલિમને જુલમ કરવાની મજા આવવાની જ. હું તો પ્રજાના પ્રાણ વિકસાવવા માગું છું.'
વિધાતાના લેખ મિથ્યા કરનાર તમે ને હું કોણ? એ તો એણે જેમ ધાર્યું હશે તેમ થશે. એ જેને રાજા બનાવવા ધારશે એ રાજા બનશે, રંક બનાવવા ધારશે તે રંક બનશે,' કુંદને ત્રિીસહજ વાત કરી. એના દિલમાં ઘર કરી રહેલા પોતાના પ્રિયતમ માટેના સંદોનું સમાધાન થયું હતું.
પતિ-પત્ની : ૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org