________________
ધાડાં ઊમટી પડ્યાં. રાઈના દાણા જેવા રજપૂત જાણે પહાડથી ટક્કર લેવા લાગ્યા.
રાજા પૂરણમલ છેલ્લી તૈયારી માટે અંતપુરમાં દોડી ગયો.
ડોલરના ફૂલ જેવી, ચંપાની કળી જેવી પ્રિય રાણી રત્નાવલીને પ્રેમથી પાસે બેલાવી ?
વહાલી, દુશ્મન દગો રમ્યા. રજપૂતોએ કેસરિયાં કર્યા છે, હું જાઉં છું. હવે સ્વર્ગમાં મળીશું. તૈયાર છે ને?”
“તૈયાર છું, વહાલા. રજપૂતાણને વળી પૂછવાનું હોય ?” રત્નાવલી પ્રિય પતિને ગાઢ રીતે આલિંગી રહી.
પતિના હાથનું રત્નજડિત ખંજર એના વક્ષસ્થળની આરપાર નીકળી ગયું. રજપૂતાણી મરતાં મરતાં બોલીઃ “જય અંબે !”
જય અંબે!” કહી ઠાકરે ખેંચ્યું, ને પત્નીના નીચે પડતા નિર્જીવ દેહને એક વાર છાતી સાથે દાબી નીચે મૂક્યો; ને યુદ્ધના મેદાનમાં કૂદી પડયો.
અફઘાને જેને રમત સમજતા હતા, આકડા પરથી મધ ઉતારી લેવાને ખેલ માનતા હતા, તેઓને આટલા નાના સૈન્ય સામે પણ ટકતાં ય ભારે પડી. રાઈ ને એક એક દાણે મોટા પહાડોને પણ ખસેડી નાખે તેટલે તાકાતવાન બન્યો હતો.
તુમુલ યુદ્ધ મચી રહ્યું. શહેનશાહે રંગ પલટાતો નિહાળી પિતાનું અનામત લશ્કર છોડી મૂક્યું. ભયંકર ખાનાખરાબી મચી રહી ! એકેએક રજપૂતે પોતાના લેહીના છેલ્લા બુંદ સુધીને હિસાબ પતાવ્યો.
ન લડી શકે તેવી ભીરુ સ્ત્રીઓ અને બાળકે સિવાય જ્યારે કઈ જીવતું ન રહ્યું, ત્યારે લડાઈ શાંત થઈ. પણ સામાન્ય મૂઈમાં અફઘાને એ જમ્બર હાનિ ઉઠાવી હતી. શહેનશાહના ગુર જવાલાની
રજપૂતાઈના રજકણે ઃ ૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org