________________
એક, બે, પાંચ, સાત મહિના વ્યતીત થઈ ગયા. નાકાઓ ને રસ્તાઓ બંધ હતા. રાયસેનના ભંડારમાં અન્ન ખૂટયું. નવાણનાં પાણું પાતાળ ગયાં. બંદુક-તોપને દારૂગોળો ખૂટયો. દુશ્મનને દુશ્મન મિત્ર બનીને મદદે આવે એમ નહતું. સહુ સમાચાર સાંભળીને સમસમી રહેતા. એક જ ધર્મ, એક જ દેશ, એક જ જાતિ, આટઆટલા સંબંધે, પણ એ સંબંધો પણ કઈ રજપૂત રાજાઓમાં જેશ ન લાવી શક્યા. પારકી ઉપાધિ પિતાના ઘરમાં શા માટે ઘાલવી, એમ સમજી સહુ શાન્ત રહ્યા.
ધીરે ધીરે રાત ભયંકર અને દિવસે પ્રાણઘાતક બન્યા. રિબાઈ રિબાઈને મરવાની ઘડી આવી પહોંચી. નિરુપાયે ઠાકોરે સંધિ માટે કહેણ મોકલવું; પોતાનો ખજાનો, પોતાનું અંતઃપુર ને પોતાનું સૈન્ય લઈને કિલે ખાલી કરી દેવાનું કબૂલ કર્યું.
દિલ્હીશ્વર શેરશાહ તો તૈયાર હતો. સંધિના વાવટા ચઢાવવામાં આવ્યા. રજપૂતોએ કિલ્લે ખાલી કરવાનું આરંવ્યું. માતાના સ્તન પરથી ધાવતા બાળકને વછોડતાં કેવું કશું દશ્ય જમે! એવું જ દશ્ય આ શૂરાતનના અવતારોના ચહેરા પર અંકિત થયું હતું. શિરને માટે સત સાચવનાર વિશ્વવિજયી વીરોની એ સંતાન હતી !
રૂપરૂપના અંબાર સમું અંતઃપુર માળો છોડતી કાબરો જેમ કળકળાટ કરતું હતું. એક તરફ હિલોળા દેતું અફઘાન સૈન્ય ને બીજી બાજુ મૂઠીભર રજપૂતો ! આ જક્કી રજપૂતોએ જ મહિનાઓથી હેરાનગતી ઊભી કરેલી ! અને આજે કેવો સરસ શિકાર હાથમાંથી વહ્યો જાય છે ! અફઘાન સૈનિકોને જૂનો સ્વભાવ જાગવા લાગ્યો. સાત સાત મહિનાથી પોતાની નીંદ હરામ કરાવનાર આ નાલાયક મગતરાંઓને એમની મગરૂબીનાં માઠાં ફળ જરૂર ચખાડવાં ઘટે.
કિલ્લો છોડતાં પહેલાં ઠાકોર પૂરણમલ શાહની મુલાકાતે આવતો
રજપૂતાઈના રજકણે ઃ ૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org