________________
એના દેહને ખાઈ ગયા. હૂંફાળે શિયાળો આવ્યો; મલયાનિલ લાવતો ઉનાળો આવ્યો; રૂમઝૂમ વરસતી વર્ષા આવી; આમ્રને કરી આવી; મોગરાને ફૂલ આવ્ય; સુકાયેલાં જળચરોમાં નવા પ્રાણ આવ્યા, તોય રસિયો ન આવ્યું તે ન આવે. એ બિચારી રસની મરુકું જેમાં મૃગજળ જોતી બેસી રહી!
કેટલી રાતો ને કેટલા દિવસે તારી વ્યાકુળતામાં વિતાવ્યા? દિવસને ભૂલેલે રાત્રે ઘેર આવશે એ આશાએ આ આંખનાં કેડિયાં હેલવાતાં ચાલ્યાં. રાત આવે છે ને ગગનતારાઓ સાથે હેડ બાંધી બેસે છે. એકાએક ઝાડની ડાળી બીજી ડાળી સાથે અથડાય છે, ને એને લાગે છે કે મારો સાહ્યબે આવી પહોંચ્યો. અંધારામાં આંખો ફાડતી એ જોઈ રહે છે, કે ક્યાંય દેખાય છે એ અલબેલો અશ્વ ને ક્યાંય દેખાય છે મારા મનને સ્વામી! પણ અભાગી નારી આંસુ સિવાય કંઈ પામતી નથી.
અંધારામાં પવન દ્વાર ખખડાવે છે ને બારણું ઉઘાડવા એ ઉતાવળે દોડે છે, દાસીઓ મશ્કરી કરે છે. ઉઘાડાં દ્વાર પણ એની મશ્કરી કરતાં પાછી એમ ને એમ બિડાય છે.
કોઈ કોઈ વાર દૂરદૂર દીવા દેખાય છે, ઘેડાના દાબલા ગાજે છે. કોઈ રૂપાળા અસવારને પ્રવેશ કરતો નિહાળે છે, પણ અભાગિનીનું એ દિવાસ્વપ્ન લાંબો સમય ટકતું નથી.
જિંદગીમાંથી જાણે નૂર કેાઈ લઈ ગયું અને રોઈ રોઈને આ રીતે કમોતે મરવું ? આ દેહનો અણુએ અણુ છૂટો પાડીને મરવું ? વાહ રે મહારાણી, વાહ રે ચક્રવતનું રત્ન ! મોત પણ મેળવતાં આવડતું નથી !
અલકલટોને સમારતી, વર્ષોથી વિયોગના તાપમાં જીવતી શેકાતી, ચુનારગઢની લાડુ મલિકા એક ક્ષણ વિચારમાં ઊતરી ગઈ. અચાનક જાણે કાંઈ સૂઝી આવ્યું, ને હસતી હસતી એ પાસેના ખંડમાં ચાલી ૨૨૪ : બુલબુલનું રુદન
Jain Education International,
For Private & Personal Use Only
www.jainelibrary.org