SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ એક, બે, પાંચ, સાત મહિના વ્યતીત થઈ ગયા. નાકાઓ ને રસ્તાઓ બંધ હતા. રાયસેનના ભંડારમાં અન્ન ખૂટયું. નવાણનાં પાણું પાતાળ ગયાં. બંદુક-તોપને દારૂગોળો ખૂટયો. દુશ્મનને દુશ્મન મિત્ર બનીને મદદે આવે એમ નહતું. સહુ સમાચાર સાંભળીને સમસમી રહેતા. એક જ ધર્મ, એક જ દેશ, એક જ જાતિ, આટઆટલા સંબંધે, પણ એ સંબંધો પણ કઈ રજપૂત રાજાઓમાં જેશ ન લાવી શક્યા. પારકી ઉપાધિ પિતાના ઘરમાં શા માટે ઘાલવી, એમ સમજી સહુ શાન્ત રહ્યા. ધીરે ધીરે રાત ભયંકર અને દિવસે પ્રાણઘાતક બન્યા. રિબાઈ રિબાઈને મરવાની ઘડી આવી પહોંચી. નિરુપાયે ઠાકોરે સંધિ માટે કહેણ મોકલવું; પોતાનો ખજાનો, પોતાનું અંતઃપુર ને પોતાનું સૈન્ય લઈને કિલે ખાલી કરી દેવાનું કબૂલ કર્યું. દિલ્હીશ્વર શેરશાહ તો તૈયાર હતો. સંધિના વાવટા ચઢાવવામાં આવ્યા. રજપૂતોએ કિલ્લે ખાલી કરવાનું આરંવ્યું. માતાના સ્તન પરથી ધાવતા બાળકને વછોડતાં કેવું કશું દશ્ય જમે! એવું જ દશ્ય આ શૂરાતનના અવતારોના ચહેરા પર અંકિત થયું હતું. શિરને માટે સત સાચવનાર વિશ્વવિજયી વીરોની એ સંતાન હતી ! રૂપરૂપના અંબાર સમું અંતઃપુર માળો છોડતી કાબરો જેમ કળકળાટ કરતું હતું. એક તરફ હિલોળા દેતું અફઘાન સૈન્ય ને બીજી બાજુ મૂઠીભર રજપૂતો ! આ જક્કી રજપૂતોએ જ મહિનાઓથી હેરાનગતી ઊભી કરેલી ! અને આજે કેવો સરસ શિકાર હાથમાંથી વહ્યો જાય છે ! અફઘાન સૈનિકોને જૂનો સ્વભાવ જાગવા લાગ્યો. સાત સાત મહિનાથી પોતાની નીંદ હરામ કરાવનાર આ નાલાયક મગતરાંઓને એમની મગરૂબીનાં માઠાં ફળ જરૂર ચખાડવાં ઘટે. કિલ્લો છોડતાં પહેલાં ઠાકોર પૂરણમલ શાહની મુલાકાતે આવતો રજપૂતાઈના રજકણે ઃ ૨૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy