________________
હતા. આહ, ખૂન પીવાની કેવી સુ ંદર તક ! વાધતા ઝનૂની સ્વભાવ ઉછાળા મારવા લાગ્યા.
"
આ તે। આકડે મધ ! શેખ સાહેબ, સાપ-વીંછીને જીવતા જવા દેવાય ? ' અહ્વાન સૈન્યમાંથી પડકાર ઊઠ્યો.
હરગિજ નહીં!' સૈન્ય સાથે રહેલા મુસલમાન શેખ–કીરાએ જવાબ વાળ્યો. આ જવાબ આપતી વખતે તેએની આંખેા પવિત્ર કિતાબ તરફ નહોતી. ખૂન ને જુલમ માટે તૈયાર થઈ બેઠેલા, લૂટના જુલમ વરસાવવા સજ્જ થયેલા અધાન સિપાહીઓના ભયંકર ચહેરા તરફ હતી.
·
<
ા શું વિશ્વાસધાત કરવા?' ` શહેનશાહે વચ્ચે પ્રશ્ન કર્યાં.
અવશ્ય. રાજનીતિમાં એ તે બનતું આવ્યું છે. વળી કાફીને આપેલું વચન પાર પાડવાની કોઈ જરૂર નથી. પવિત્ર કિતાબ કહે છે કે એમની સાથે વિશ્વાસધાત એ પાપ નથી.'
*
અલ્લાના હર્ષ્યાન્મત્ત બની ગયા. જોઈતું'તુ ને વૈદ્યે કહ્યું. એમણે કિકિયારી પાડી એકાએક હલ્લો શરૂ કર્યાં. બહાદુર રાજ પૂરણમલ વખત પારખી ગયેા. રજપૂતા માટે બકરાની જેમ રહેંસાઈ જવાની વેળા આવી ઊભી હતી. શાહને મળવા જતા રાજા કુનેહથી પા ફરી ગયા. એણે દોડીને સૈન્યને સાવધ કર્યું ને કહ્યુંઃ
.
બહાદુરા, દુશ્મનેાએ દગા કર્યાં છે. તેઓ ભૂખ્યા વાધની જેમ ધસ્યા આવે છે. સાવધ બને! આજે પૂરેપૂરો હિસાબ ચુકાવજો. રજપૂત છે, રજપૂતાનીનું દૂધ ધાવ્યા છે, માતાનું દૂધ ઉજાળો ! જીવતા નહી તે। મરીતે પણ માળવા લેજો.'
"
રાજાજીની શરણે થવાની આજ્ઞાને તામે થઈ, ક્ષણુ પહેલાં પૃથ્વીમાં માં ઘાલીને ચાલતા રજપૂતા સાવધ થઈ ગયા. એમના ટટ્ટાર મસ્તકામાં શંકરના પ્રલયધેાષ ગાજી ઊઠયો. અફધાન સૈન્યનાં
૨૧૬ : રજપૂતાઈના રજકણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org