________________
મૃત્યુની કળાના પરમ જ્ઞાતા આ રજપૂત વીરે જીવન જીવવાની કળા વીસરી ગયા હતા. મૃત્યુની અમરતાની કળાના તેઓ જાણકાર હતા. તેઓએ આવી પડેલી લડાઈ આરંભી. હમેશના નિયમ મુજબ લડનારાઓના શૌર્યનો પાર નહોતો. પણ એકલા શૌર્યથી–તલવારની પટાબાજી કર્યો–કંઈ રણમેદાન પર ફતેહ થડી હાંસલ થાય છે ? ત્યાં તો વિચક્ષણતા જોઈએ, મુસદ્દીવટ જઈએ. રજપૂતોના પક્ષમાં એની મોટી ખામી હતી.
શહેનશાહ શેરશાહે એ અજમાવી.
એક દહાડો અચાનકરાજ માલદેવના તંબૂમાંથી કેટલાક કાગળો મળી આવ્યા. ખૂબ અગત્યના એ કાગળો હતા. તાબડતોબ રાજા માલદેવ પાસે એ રજૂ કરવામાં આવ્યા. કાગળો શેરશાહ તરફથી રાજા માલદેવના સરદારો પર લખાયેલા હતા. ચાલતી લડાઈએ રાજાને પકડી દિલ્હીશ્વર સમક્ષ રજૂ કરવાના તેઓના નિર્ણય બદલ દિલ્હીશ્વરનો હર્ષ એમાં પ્રગટ કરવામાં આવ્યો હતો, ને યુદ્ધની પૂર્ણ હુતિ બાદ ઉદાર હાથે જાગીરની બક્ષિસ કરવાની એમાં યાદ આપવામાં આવી હતી.
આ વાંચી રાજા માલદેવ ગભરાઈ ઊડ્યો. અરે, શું પાણીમાં આગ ઊઠી ? મારા સરદારો જ ફૂટેલા? અને હું પકડાઈ જાઉં તો શેરશાહ શું જુલમ ન ગુજારે ? રાજા માદેવની નજર સામે રાયસેનની કલેઆમને નકશે ખેંચાઈ ગયે. શું મારા અંતઃપુરની એ દશા થશે? શું મારા પ્યારાં બચ્ચાંની એ કરુણુ હાલત થશે?
રાજા મૂંઝાઈ ગયા. એના સામર્થનું લેહી પાણી થઈને વહી ગયું. સરદારે સમજાવવા ગયા તે એ વધુ વહેમાયો. વહેલી પ્રભાતે પોતાના વિશ્વાસુ સેવકો સાથે જોધપુરનો કિલ્લે સૂતો મૂકી એ ચાલ્યો ગ. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળને આમ ફરજમાંથી નાસી છૂટતાં લેશ માત્ર શરમ ન આવી.
૨૨૦ : રજપૂતાઈના રજકણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org