________________
જેમ ભભૂકી ઊડો. બંદીવાન બનીને ઊભેલા ઠાકર પૂરણમલના નાના ત્રણ કુમારો અને કુંદના ફૂલ જેવી એની કુંવરીને જોઈ શેરશાહે ત્રાડ મારીઃ
“આ ઠાકરના વંશનું જડાબીટ કાઢી નાખો ! એના ત્રણે છોકરાઓને હીજડા બના, છોકરીને નાચનારી બનાવો ! રજપૂતો સમજી લે કે શેરશાહ સામે બાકરી બાંધનારની કેવી દશા થાય છે.'
પણ જહાંપનાહ, આ કામ આપણી નીતિથી વિરુદ્ધ છે!” કેટલાક વૃદ્ધ અફઘાન સિપાહીઓ ડરતાં ડરતાં બોલી ઊઠયા.
કોણ છે એ નીતિનું નામ લેનાર! શેખ સાદી સાહેબ ફરમાવે છે કે જેની બુનિયાદ ખરાબ હોય તેની તમામ બુનિયાદ અને તેના આખા વંશને કાપી નાખવો વધારે સારું છે, કારણ કે આતશને હેલવી નાખ ને ચિનગારી જલતી રાખવી; સાપને મારી નાખ અને બચ્ચાંને પાળવું એ અકલમંદનું કામ નથી. શેરશાહના ભયંકર પડકારથી આ કૃત્ય વિરુદ્ધ ફરિયાદ કરનાર ડાઘણા શાણું અફઘાન સિનિકેની જબાન સિવાઈ ગઈ. શેરશાહે પોતાની ક્રોધાવાલાને શાંત કરે તેવું કૃત્ય કર્યું કે છોકરીને નાચનારી બનાવી ગણિકાને ભેટ કરી; છોકરાઓને હીજડા બનાવ્યા.
એણે રજપૂતોનાં કાળજાં ફફડી ઊઠે એવું કૃત્ય કરી બતાવ્યું. -- રાયસેનના કિલામાં જ્યારે નિર્જીવ પથ્થર જ બાકી રહ્યા, ત્યારે એ દિલ્હી પાછો ફર્યો. આ અત્યાચારની ગાથાઓ આખા હિંદુસ્થાનમાં પ્રસરી વળી. શહેનશાહ શેરશાહની છાયા પણ સ્વપ્નમાં સહુને ડરાવવા લાગી.
છતાંય અન્ય રજપૂત રાજાઓએ નિરાંતે પોતાના દુર્ગના બુરજ પરથી તટસ્થ ભાવે આ નીરખ્યા કર્યું. રામાયણ ને મહાભારતના એ
+ “આ છોકરી એ જ મશહૂર ગણિકા ચિતામણિ : એક માન્યતા.
૨૧૮ : રજપૂતાઈના રજકણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org