________________
વારુ, તે તમારી આ વાત બંધ કરે ! જુઓ, દૂરદૂરથી આપણું વિરામસ્થળ આવ્યાનાં ચિહ્ન દેખાય છે.”
હવાની ગતિ ધીરી પડી હતી. અત્યાર સુધી કેવળ પંથ કાપવામાં સમજનાર આ પ્રાણ હવે કંઈક ગર્વભેર ચાલવા લાગ્યું.
માટીના સુંદર આડરતે અહીં જવાતું હતું. વગડાઉ ફૂલે ને જંગલનાં હરિયાળાં ગૌચરે મનને આનંદ આપતાં હતાં.
કુંદન, જાણે હું સાધુ થવા જતો હોઉં એમ લાગે છે.”
“તમને રાજસંન્યાસી બનાવવા છે. હજી રાજકાજના ડાઘણું ઝેરી જંતુઓ તમને ઘેરી રહ્યા છે. ટૂંક સમયમાં એ પણ નાશ પામશે.”
બંગાળનું આ એક સુંદર ગામડું હતું. બંગાળના સૂબાની નોકરી છોડવા પછી શ્રેષ્ઠી રાજપાલજી આ સુંદર–વનશ્રીથી ભરેલા ગામમાં આવીને વસ્યા હતા. નિવૃત્તિ, આત્માની શોધ ને તવચિંતન એમનાં પ્રિય કાર્ય બન્યાં હતાં. એ નાની એવી હવેલી જેવા મકાનના આગળના, નાના એવા ઉદ્યાનના અગ્ર દ્વાર પર ઊભા ઊભા પુત્રના આવવાની રાહ જોઈ રહ્યા હતા. યુગરાજ ને બીજાં દાસદાસીઓ તો ગઈકાલે જ આવી ગયાં હતાં. દ્વાર ઉપર લટકતી જાઈ, જૂઈ, માલતીની વેલીઓ ધીરા ધીરાં પુષ્પ વેરતી શ્રેષ્ઠીરાજનું સન્માન કરતી હતી.
શાહી રૂઆબથી આવતો “હવા” હવે સ્પષ્ટ દેખાતો હતો. ગામના શ્વાનસમુદાયના ભસવા સામે એ અજબ સ્વાસ્થ દાખવી રહ્યો હતો.
વાહ રે રાજરંગ! ગરીબ ગાય જેવો આ હવા પણ રાજરંગમાં પડી બદલાઈ ગયો ! જુઓ તો ખરા એની મસ્તી ! જનાવરની આ દશા થાય તો માનવીનું શું?” પુત્રનું સ્વાગત કરવા શ્રેણી રાજપાલજી દરવાજો ખડા હતા. એમણે હવાને શાહી રૂઆબ જોઈ મશ્કરી કરી. - હવા દ્વાર પર આવી નીચે બેસી ગયો. હેમરાજે એક છલાંગે ૨૧૦ : પતિ-પત્ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org