________________
હિંમત કોણ કરી શકે છે? ન કોઈ ખિતાબ, ન કોઈ શાહી દરજજો ! દરજજા વગરનો માનવી આટલું માન પામી શકે * ખરેખર, જેને ખુદાએ તમામ ખૂબીઓ આપી, એને વળી ઉપાધિ કે અલંકારની શી જરૂર? હેમરાજ, જૂઠું ન માને તો તુર્કતાનને અફઘાનિસ્તાનથી આવતા સિપાહીએ મારા કરતાં “બનિયા’ના. પરાક્રમની અદૂભુત કથાઓ કરે છે, લેકજબાન શેરશાહ કરતાં એના છૂપા મિત્રને વધુ માનની નવાજેશ કરે છે.” વાત કરનાર બાદશાહ હતો.
આ નવાજેશ કદાચ મારો નવો માર્ગ મુકરર કરશે. પિતાજીનો આજે પત્ર છે. મારાં ચાર પગલાં એમણે પારખી લીધાં છે. મને ઉત્સાહ આપનાર પેલા જતિજીને એમણે રોકડું પરખાવી દીધું છે. અરે ! તેઓ કહે છે, કે બંગાળના નાના ગામડાની પનિહારીઓ શેરશાહના છૂપા મિત્રના શરાતનની વાતો કરે છે, ને હું ચમકી ઊઠું છું. અરેરે ! મારો પુત્ર દુનિયાના ફેરામાં પડી ગયે, ખૂની રાજદ્વારી શેતરંજનો ખેલાડી થઈ ગયા ! ને એમ થયું તો આશાભર્યો બાપ પોતાના બુઢાપાના આધાર સમો બેટો ખેશે, એક હસરતભરી સ્ત્રી પોતાના પતિને ગુમાવશે, એક ખોલતી કળી જે પુત્ર પિતાને નજરે નહિ નીરખે ! માટે બેટા, એ રાહથી પાછો ફર ! એ દરબારેમાં આપણું બેસણું ન હોય. એ કાંટાળા તાજ આપણને ન શોભે! કઈ વાતની કમીને શ્રેષ્ઠી રાજપાળજીને ત્યાં છે, કે એને પુત્ર આવી રીતે જાનને જોખમમાં નાખતો ફરે !” વાત કરતાં હેમરાજે કહ્યું.
પેલી કહેવત છે ને કે “કાગડાએ મુલક વેરાન કર્યો, ચંડુલ બદનામ થયું.' શેરશાહે બધો દોષ પોતાના પર લઈ લીધે.
બદનામીને સવાલ નથી. જે કામને આપણો નિરધાર * નહીં માત્ર નેવર, ઉનસે તૂવી વહુને રીં
પડદા પાછળને પુરુષ : ૧૭૭
૧૨
Jain Education International'
For Private & Personal Use Only
www.jainelibrary.org