________________
કુંદન, તું કેમ નાખુશ છે? કંઈ મારે ગુને ?”
ગુનો માત્ર એટલે જ. રાજકાજ છોડી દે ! ફરીથી વેપારી બનો ! એક વાર માનવીનું લોહી ચાખી ગયેલે વાઘ હાથબહાર થઈ જાય છે. મારે સ્વામી જોઈએ છે, મને શહેનશાહને ખપ નથી. બીજી સ્ત્રી હોત તો તમારા અલંકાર, જરઝવેરાત, સત્તામર્યાદા જોઈને ખુશ થઈ જાત, ઘરેણાંના પટારા જોઈ મેં બંધ કરીને બેસી રહેત, પણ હું તેવી નથી. મેં તો રણક્ષેત્રના રસિયા પુરૂષોની અનેક રજપૂતાણુઓ જોઈ છે. બિચારી સવામણ સોને શણગારાય, પણ અંતરમાં જુઓ તો ઊકળતો લાવા રસ ખદબદતો હોય ! એ બિચારી સીતાવનવાસ વાંચે, દ્રૌપદીહરણ વાંચે, નળદમયંતીનું આખ્યાન વચે, ને દહાડા કાઢે. દાસદાસી હાજરાહજૂર હોય, પાણી માગતાં દૂધ મળે, ચીર માગતાં હીર મળે, એક માગતાં અનેક હાજર થાય; પણ ગાંડા લેકે નથી જાણતા કે સ્ત્રીને મન એની કશી કિંમત નહીં. અંતરને સાહ્યબો આંગણે હેાય તો એને તો રૌરવ નરક પણ સ્વર્ગ થઈને ઊભું રહે! મહાભારતમાં પોતાના પિતા માટે મત્સ્યગંધાનું માગું કરવા ગયેલ ભીમને પેલા માછીમારે શું કહ્યું હતું ? તમે તો જાણો છો. ભીષ્મ એને રાજકુલના આડંબરની, એની સુખસાહ્યબીની, એનાં સ્વર્ગતુલ્ય સુખોની વાત કહી, ત્યારે એ કુદરતના બાળ મછીમારે ચોખું મોં પર ચેપડાવતાં કહ્યું કે મહારાજ, શેખી કરશો મા ! શાસ્ત્રમાં કહ્યું છે કેઃ
ચ્છાથી પ્રાણીઓને ઘાત કરનાર ટૂર માણસ ને કારાગારના અધિપતિઓ સુપાત્રમાં દાન કરવા થકી ભરીને રાજાની રાણી થાય છે. આ તો જરા લાંબી-પહેલી વાત થઈ. હું અને પિતાજી એકજ
* બાળસ્વેચ્છાછિ: કૂન: मृत्वा सत्पात्रदानेन
રાજનિજિન : . जायन्ते नृपयोषितः ॥
પતિ-પત્ની ૨૦૧ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org