________________
કુંદનદેવીનું ડાબું અંગ જોરથી ફરકતું હતું. અરે, આ વાતમાં ક્યાંથી શુભ હોય ! બપોર થતાં વળી સમાચાર આવ્યા કે હુમાયુને એક વફાદાર ઉમરાવ સુલતાન મીરઝા કૂટીને શેરશાહના પક્ષમાં ભળી ગયો, પણ હુમાયુ તે લેશ પણ પરવા વિના આગળ વધે જાય છે. કાનખજૂરાનો એક પગ ભાંગે તોય શું ને ન ભાંગે તોય શું ?
હાશ. મારા શુકન ફળ્યા !” કુંદનદેવીએ આ સમાચાર સાંભળી મેં મલકાવ્યું. વાત કહેનાર ન સમજ્યો કે કુંદદેવી કેમ હસી? એના પતિને તો આમાં કંઈ વર્તમાન નહોતા. ગમે તેમ પણ કુંદનદેવી આજ હર્ષમાં હતી, પણ પિતાના હર્ષ એ કેની પાસે કહે ?
પિતાને પુત્ર યુગરાજ યુદ્ધમાં ગયો હતો. પિતાનો પ્રિય હવા પણુ યુદ્ધક્ષેત્રે સંચર્યો હતો.
હતી એક ઘરડી દાસી, પણ એ બહેરી હતી. બહેરી તો બહેરી સહી. બહેરીને સમાચાર આપવામાં ઓર મજા જામે ! એકની એક વાત ત્રણ વાર કહેવાય અને તે ઊંચા અવાજે સાંભળનાર સમજે કે ન સમજે, બોલનારને તો પિતાની પ્રિય વાત બહુ વાર કહેવાની મીઠાશ મળે ને !
હુમાયુનો એક વફાદાર ઉમરાવ સુલતાન મીરઝા ફૂટીને શત્રુપક્ષમાં ભળી ગયે, સાંભળ્યું કે ?”
ઘરડીખ દાસી શું સમજે ? એ તે બિચારી પૂરા સમાચાર સાંભળી મેટો નિસાસો નાખીને બોલી :
અરેરે, આ વારેઘડીએ ફૂટતાં હશે, તે પાણી કેમ કરીને રહેતું હશે? કૂટેલા ઘડા કંઈ સંધાય છે?”
કુંદનદેવી હસી પડી. એને શુભ સમાચાર મળ્યા હતા. અલબત્ત એને શેરશાહના જય-પરાજયની વિશેષ ખેવના નહોતી, પણ પિતાના પતિનો સંબંધ જાણ્યા પછી એ એનું શુભ વાંછતી હતી,
પડદા પાછળને પુરુષ : ૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org