________________
કુલેલું ગળું જેનારના દિલમાં ઘર કરી જાય તેવાં હતાં.
સ્ત્રી અને પુરુષ વનશ્રી જોવામાં મશગૂલ હતાં, પણ હવાની સાથે નૃત્ય કરતો કેસરિયા સાડીનો પાલવ વારંવાર પુરુષના મુખને આચ્છાદી દેતો હતો. પાલવ લેવાને બહાને શ્રી વારંવાર પુરુષના દેહને સ્પર્શ કરતી મલકાતી હતી. અને એ વેળા બંનેની આંખો કોઈ સંગેમરમરના હેજમાં તરતી નાની નાની ચપળ માછલીઓની જેમ નૃત્ય કરી રહેતી.
કોમળ એવી પૃથ્વીને પોતાના ચતુષ્પાદ નીચે દાબતો જતો ગજરાજ પણ સવારના શીળા પ્રકાશમાં કંઈક લહેરે ચડયો હતો. મોટા દેહમાં રહેલી નાનીશી આંખો બંધ કરીને એ ઘણું વાર પ્રવાસ ચાલુ રાખતો. લાંબા લાંબો માર્ગ, દૂર દૂર સુધી નિરુદ્યમી અજગરની જેમ વહ્યો જતો હતો. માર્ગો તાજા જ બનેલા, સ્વચ્છ ને નિષ્કટક હતા એટલે ગજરાજની ગતિને લેશમાત્ર ખલેલ નહતી.
માર્ગની બંને બાજુ દૂર ક્ષિતિજ સુધી વિસ્તરતાં ખેતર, બાગ ને બગીચાઓ હતા. માર્ગની પડખે પડખે આમ્રત, આસોપાલવ ને લીંબડાપીંપળાનાં તાજાં વાવેલાં વૃક્ષ હતાં. વચ્ચે વચ્ચે બોરસલી, ચંપા ને કદંબનાં ફૂલઝાડો નાસિકાને તરબતર કરી નાખતાં ખડાં હતાં.
શેરશાહ દિલ્હીશ્વરની આ સીમાભૂમિ હતી. બાદશાહ તો બાગબગીચાને શોખીન હતો. વાવ-કૂવાને, નાના નાના હેજને, નાનાં નાનાં રમણીય વાસસ્થાનોને, વિહારસ્થાનોનો રસિયો હતો. એના રાજ્યમાં હોંશે હોંશે ખેડૂતો ખેતી કરતા, માળી બગીચા રપતા. હવે એ બંગાળ–બિહારને સુલતાન નહોતો. આજ તો એ ભરતખંડને ભૂપ બન્યો હતો. એના રાજ્યમાં વાઘબકરી, હિંદુ-મુસલમાન એક આરે પાણી પીતાં. કેઈને કોઈનો ભય નહતો.
નવયૌવનાઓ મધરાતે વનપ્રમોદ માણીને નૂપુરઝંકાર કરતી નિર્ભય રીતે પાછી ફરતી. નવનિધિના માલિક વ્યવહારિયાઓ તેનું
- પતિ-પત્ની : ૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org