________________
પતિ-પત્ની
લહીશ્વર શેરશાહના રાજ્ય પર પ્રભાતનો તપસ્વી હજી હમણાં જ ઊગ્યો હતો. શરદનું ડું ભૂરું આકાશ ચાંદીની છીપ જેવી વાદળીઓથી શોભી રહ્યું હતું. સરોવરનાં કમળો અને જળાશયનાં પોયણુંઓએ હજી હમણું જ ઉધાડ–મીંચ આરંભી હતી. લીલી વરિયાળી જેવું તાજું ઘાસ મનને આલાદ આપતું હતું.
આવે સમયે શહેરના વિશાળ લશ્કરી પ્રાંગણને વટાવી એક ગજરાજ આગળ વધી રહ્યો હતો. એની પીઠ પર સુવર્ણજડિત અંબાડી હતા, ને અંબાડીમાં દેવ-દેવીની યાદ જગાડે એવું સશક્ત, સુંદર ને શોભતું સ્ત્રીપુરુષનું જોડું બેઠેલું હતું. કુદરતે રચેલી અજોડ જોડી જેવાં તેઓ લાગતાં હતાં. જુવાનીને તાજો રંગ બંને પર ઘેરો બન્યો હતો, ને વનવગડાને સ્વછંદ વાયુ
જ્યારે જ્યારે સુંદરીની કેસરિયા સાડીને ઉડાવવા યત્ન કરતો ત્યારે એક અવર્ણનીય રૂપશોભા જમી જતી. પુરુષનો ગૌર લાંબો ચહેરે, તીરની ફર્ણ જેવાં કાતિલ નયનો, વિશાળ છાતી, આજન બાહુ ને કબૂતરની જેમ
૧૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org