________________
જાતની તોપો ને ભાતભાતનાં શસ્ત્રો કંઈક ઠંડી રીતે આગળ વધી રહ્યાં છે. નથી જોશ દેખાતું નથી ઝનૂન જણાતું.
અરેરે ! ભલે આદમી, હુમાયુના ઝપાટે ચડી જશે ! ચાર દહાડાનું એનું રામરાજ્ય એક સ્વપ્ન બની જશે અને પાછા એ રામ એના એ !
કળ અને બળને મેદાનમાં મુકાબલે થતો હતો. - કુંદન આ લકવાણું સાંભળતી, પણ એમાં પિતાના પતિના કંઈ સમાચાર નહતા. અદશ્ય થયેલા પોતાના પતિની કુશળતા માટે એ રોજ પૂજા ને પ્રાર્થના કરતી, યાદ આવે એટલા દેવની બાધા રાખતી. વ્રત, નિયમ ને ઉપવાસ આદરતી. સદાવ્રત કરતી ને સાદાં વસ્ત્ર ધારણ કરતી. સૌભાગ્યસૂચક અલંકારો સિવાય એણે બધાં ઘરેણુને ત્યાગ કર્યો હતો.
જમણું અંગ ફરકતું ને કંઈક ચિંતામાં પડી જતી, ડાબું અંગ ફરકતું ને કંઈક શુભ સમાચારની રાહમાં રહેતી, પણ ગયેલાના સમાચાર આવતા જ નહતા. જે વાત આવતી એ ચિંતાજનક હતી. લોકો શેરશાહના લશ્કરની ને હુમાયુના લશ્કરની સમાલોચના કરતા, ને કુંદનનું દિલ ધડકી ઊઠતું.
રાજધાનીમાં આજે સમાચાર હતા કે હુમાયુએ ગંગા પાર કરવા પુલ બંધાવવા માંડયો છે. કીડિયારુનાં જેટલો માણસે કામે લાગ્યા છે. પહેલાંની જેમ હવે દગો કરી શકાય તેમ ન હતું. બાદશાહ સાવચેતીથી એક એક ડગ આગળ વધી રહ્યો હતો.
1 હુમાયુએ ગંગા પાર કરી! આ સમાચાર ઊગતા પ્રભાતે કુંદન દેવીને મળ્યા. વાત કહેનાર ચેખા આંકડા આપતો કે મોગલસેના ૪૦,૦૦૦ ની છે, જ્યારે શેરશાહનું લશ્કર ૧૦,૦૦૦નું છે. રણજંગ જામ્યો કે શેરશાહ એની સેના સાથે ચપટીમાં ચળાઈ જશે.
૧૮૮ : પડદા પાછળનો પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org