________________
સુહાગણ નારી વિMનિવારણ માટે ઇષ્ટદેવને પ્રાર્થી રહી.
એ સરવા કાન રાખીને ફરતી અને લોકવાણી ઝીલતી.
લેકે વાત કરતા, કે આ વખતે બાદશાહ હુમાયુ ચારગણું સૈન્ય લઈને ધસ્યો આવે છે.
બાર બાર મણના ગોળા ફેંકનારી તોપો એની સાથે છે. યમદૂત જે મીરઝા હૈદર સાથે છે.
હુમાયુના કુશળ સેનાપતિ બહેરામખાંએ બૂહરચના કરી છે. બાબરના જમાનાના કુશળ દ્ધા તારદીબેગે સેનાના બે પડખાં સંભાળ્યાં છે.
નાની જંજાળો ને બંદૂકે તે કંઈ પાર નથી, અને ઘોડા ? ઘોડા તે કેટલા? એમની ખરીઓની ધૂળથી દિશાઓ ઢંકાઈ જાય છે.
જબરદસ્ત સેનાપતિ હિંદાલ પાયદળ લશ્કરને વડો બન્યો છે. મીરઝા અસ્કરીએ જીવના જોખમે શેરશાહને કચડી નાખવાના પાક અલ્લાહના નામે આકરા કસમ ખાધા છે. મીરઝા સુલતાને--તમુર વંશના નામાંકિત દ્ધાએ પોતાનું અજેય લશ્કર આગળ રાખ્યું છે.' ખુદ રાજાધિરાજ હુમાયુ પણ હાથીએ ચડી ડંકાનિશાન ગગડાવતો આવી રહ્યો છે. પંજાબમાં બેઠે બેઠે અફઘાનને કાળ કામરાન પણ મદદ મોકલી રહ્યો છે.
ત્રાહિ મામ, ત્રાહિમામ. દેશદેશ ત્રાસી ઠક્યો છે. કૂવાનાં પાણી ખૂટયાં છે, ખેતરનાં ધાન્ય પૂર્યા છે, ગામનાં ગામ ઉજજડ બન્યાં છે. શું ધૂમધડાકા ને તાપભડાકા !
આ તરફથી બંગાળમાંથી શેર પણ બહાર નીકળે છે. હવે ખરી મૂઠભેડ થશે. પણ આ તે શેર કે શિયાળ ? એણે પોતાની જબરદસ્ત સેનાની વાતો તો ઘણી કરી, પણ અત્યારે તે ઠરી ગયો લાગે છે ! એ અફઘાન સેનાનીઓ, એ પુરબિયા બંદૂચીઓ, જાત
પડદા પાછળ પુરુષ : ૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org