________________
નર ભદ્રા પામે, એમ સમજી એય મેદાન છોડી ચાલ્યા ગયા હતા.
“મોટી મોટી તિંગ તો બિચારી મેં વકાસીને જોઈ રહી. સમ ખાવા એક ગાય ન ફેડો. સુલતાન શેરશાહની ફતેહથી મેદાન ગાજી ઊઠયું. શેઠાણી સાહેબા ! ઈન્સાફને જય છે.”
* “અને વિજયી પુરુષો કયાં રહ્યા ?' કુંદનદેવીને આ બધા કરતાં આ વાત પ્રથમ જાણવી હતી.
એમનું શું થયું એ ખબર નથી. સૈન્ય હજી પાછું ફર્યું નથી.”
ત્યારે તે હજી એની એ ચિંતા ! વિજય તો મળે, પણ એટલા સમાચારથી કંઈ સંપૂર્ણ આનંદોત્સવ ન ઊજવાય! કઈ માતાને બેટે, કઈ પ્રિયતમાને પ્રીતમ, કઈ બહેનીને વરે, કયા બાપને આધાર સમરાંગણમાં સૂતે, એ તે જ્યારે બધા પાછા આવે ત્યારે સમજાય.”
એ પણ આવશે.”
જરૂર આવશે!” આ શબ્દો બોલતાં કુંદનદેવીને મીઠે અવાજ કંઈક ભારે બની ગયે.
રાજધાનીમાં હર્ષની નોબતો ગડગડી રહી હતી, પણ કુંદદેવી તે હજી એના એ સમાચાર સાંભળવા કાન સરવા કરીને બેઠી હતી. ભૂતના પગ જેવી લાંબી લાંબી રાતો ને લાંબા લાંબા દિવસે મહામહેનતે પસાર થતા ચાલ્યા.
ત્યાં તો વળી સમાચાર આવ્યા. કહેનાર કહેતે હતો?
અરે! ફતેહના મેદાનમાં ખરી કમાલ તો એ થઈ છે કે સુલતાન શેરશાહના પક્ષનો એક પણ માણસ મરાયો નથી. વાત શી કરવી ? આ વખતે તો સુલતાન શેરશાહે મોગલને હિંદ બહાર તગડી મૂકવાનો નિર્ણય કર્યો છે. એ રણમેદાનમાંથી જ મેગલની પાછળ પડવો છે. અરે ! બિચારા મેગલ શહેનશાહ હુમાયુની દુર્દશાની ૧૯૯૨ : પડદા પાછળને પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org