SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સુહાગણ નારી વિMનિવારણ માટે ઇષ્ટદેવને પ્રાર્થી રહી. એ સરવા કાન રાખીને ફરતી અને લોકવાણી ઝીલતી. લેકે વાત કરતા, કે આ વખતે બાદશાહ હુમાયુ ચારગણું સૈન્ય લઈને ધસ્યો આવે છે. બાર બાર મણના ગોળા ફેંકનારી તોપો એની સાથે છે. યમદૂત જે મીરઝા હૈદર સાથે છે. હુમાયુના કુશળ સેનાપતિ બહેરામખાંએ બૂહરચના કરી છે. બાબરના જમાનાના કુશળ દ્ધા તારદીબેગે સેનાના બે પડખાં સંભાળ્યાં છે. નાની જંજાળો ને બંદૂકે તે કંઈ પાર નથી, અને ઘોડા ? ઘોડા તે કેટલા? એમની ખરીઓની ધૂળથી દિશાઓ ઢંકાઈ જાય છે. જબરદસ્ત સેનાપતિ હિંદાલ પાયદળ લશ્કરને વડો બન્યો છે. મીરઝા અસ્કરીએ જીવના જોખમે શેરશાહને કચડી નાખવાના પાક અલ્લાહના નામે આકરા કસમ ખાધા છે. મીરઝા સુલતાને--તમુર વંશના નામાંકિત દ્ધાએ પોતાનું અજેય લશ્કર આગળ રાખ્યું છે.' ખુદ રાજાધિરાજ હુમાયુ પણ હાથીએ ચડી ડંકાનિશાન ગગડાવતો આવી રહ્યો છે. પંજાબમાં બેઠે બેઠે અફઘાનને કાળ કામરાન પણ મદદ મોકલી રહ્યો છે. ત્રાહિ મામ, ત્રાહિમામ. દેશદેશ ત્રાસી ઠક્યો છે. કૂવાનાં પાણી ખૂટયાં છે, ખેતરનાં ધાન્ય પૂર્યા છે, ગામનાં ગામ ઉજજડ બન્યાં છે. શું ધૂમધડાકા ને તાપભડાકા ! આ તરફથી બંગાળમાંથી શેર પણ બહાર નીકળે છે. હવે ખરી મૂઠભેડ થશે. પણ આ તે શેર કે શિયાળ ? એણે પોતાની જબરદસ્ત સેનાની વાતો તો ઘણી કરી, પણ અત્યારે તે ઠરી ગયો લાગે છે ! એ અફઘાન સેનાનીઓ, એ પુરબિયા બંદૂચીઓ, જાત પડદા પાછળ પુરુષ : ૧૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy