________________
હુમાયુ બીજી ક્ષણે પાછો પોતાના સરદારને થાબડવા લાગ્યા. એ પિતાના બાપના જમાનાના રણજંગ ખેલનારા હતા. “તમે મારા મુરબ્બીઓ છે. તમને મારા રંજ ને ગમ સાથે સંબંધ છે. મારી સાથે સાચી મહોબ્બત છે, એટલે તમારું દિલ દાઝતું હશે. તમારા શબ્દો સાચા હશે. તમે મોગલ સલતનત માટે માથાને લીલા નાળિયેરની જેમ વધેરનારા છે, પણ મારી દશા હું જાણું છું. મારી જન્મકુંડલી મેં જાણું છે, જોઈ છે; વાંચી છે. આકાશના ચાંદની જેમ હું મારું ભવિષ્ય જોઈ શક્યો છું. જંગીસખાન, તૈમૂરશાહ ને બાબરશાહના વંશજોએ કદી હાર જાણી નથી. છેલ્લી પળ સુધી હું લડીશ.”
જમનાનાં જળ હવે દેખાતાં હતાં. આગળ મોકલેલા ઘોડેસવારે આગ્રામાં જઈ હિંદાલને ખબર આપ્યા હતા, કે શહેનશાહ હુમાયુ આવી રહ્યા છે.
હમણું ભાઈ આવશે ! બંને ભેટી પડશે! સુખદુઃખ પૂછશે. દુશ્મનની દગાખોરી સામે રોષ પ્રગટ કરશે; એવા એવા તર્કવિતર્ક કરતો ભલે બાદશાહ દૂરદૂરની ક્ષિતિજને વીંધતો નજર નાખી રહ્યો હતો. ક્ષિતિજમાં બેચાર મેઘખંડ સિવાય કંઈ નજરે પડતું નહોતું.
કિલ્લાના બુરજ દેખાયા. અરે, ઉતાવળા સ્વભાવનો હિંદાલ ત્યાં દરવાજે શાહી સન્માન કરવા ખડો હશે. પણ આ શું ? સ્વાગતની ગરમ લાગણીને બદલે દરવાજા પર ઊચક મનવાળા પહેરેગીરે પહેરા ભરતા હતા !
બાદશાહ કંઈ પ્રશ્ન કરતો તો કઈ કંઈ સરખો જવાબ પણ ન આપતું, જાણે બધાંય દિલની ચોરી રાખતાં હતાં.
જહાંપનાહ, બધું બદલાયેલું લાગે છે!” મને પણ એવું જ લાગે છે. પણ અમારી ચાર આંખે
મધ્યયુગને મહાનુભાવ : ૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org