________________
શેરશાહે સાદો છતાં કીમતી પોશાક ધારણ કર્યો હતો. માથા પર જવાહરમંડિત પઠાણી પાઘ પર હીરાને તોરો લટકાવ્યો હતો. ઉપર હુમા નામના પક્ષીનાં શુકનવંતાં પીંછાંવાળી કલગી એણે મૂકી હતી. હીરા ને સોનેરી ઝીકથી ભરેલે મોતીને જામ ને પગમાં ઈરાનના ઉત્તમ કારીગરે બનાવેલા ઉપાનહ (જોડા) ધારણ કર્યા હતા.
રાજ્યાભિષેકની વિધિઓ દબદબાભરી રીતે શરૂ થઈને એવી જ રીતે સમાપ્ત થઈ. અત્યાર સુધી સુખદુઃખના દિવસોમાં મદદ કરનારાઓને ખિલઅત (પાક) ઇનામ આપવામાં આવ્યા.
આ પછી દરબારના મેટા વિદ્વાને અને ઉમરાવોએ શેરશાહને “અલ સુલતાન ઉલ આદિલ’ના બિરુદથી નવાજતાં સભાએ હર્ષના પિકારોથી એને વધાવી લીધો.
આ હર્ષના પોકારોને શાંત પાડતે શેરશાહને મોટો ને રૂઆબભર્યો અવાજ ગુંજી રહ્યો. એ બોલતો હતોઃ
હું ઈમાન લાવું છું એક માત્ર અલ્લાહ પર, અને તેના ફિરસ્તાઓ પર, અને તેની ધાર્મિક કિતાબ પર, અને તેના પયગંબર પર, અને છેવટે કયામત આવવાની છે તે પર, અને માણસને ભલાબૂરા પર અલ્લાહતાલાને કુલ મુખત્યાર છે તે ઉપર, અને મરણ પછી કયામતને રોજ ઈન્સાફ સારુ ઊઠવાનું છે તે પર ઈમાન લાવું છું. હું એ પર ઈમાન લાવું છું, કે ફિરસ્તાઓને પ્રકાશમાંથી, જિનને અગ્નિમાંથી ને માણસજાતિને ખુદાએ માટીમાંથી સરળ છે. એક ચુસ્ત ઈસ્લામ ધર્મના પૂજારી તરીકે હું ઇસ્લામમાં યકીન ધરાવનારે છું.
પણ તેથી એમ માની નથી લેવાનું કે હું હિન્દુઓને વિરોધી છું. “અલ સુલતાન ઉલ આદિલ'નું આજે મેં સ્વીકારેલું મારું બિરુદ એક ઇન્સાફપ્રિય બાદશાહનું છે. બિન-ઇસ્લામી પ્રજાને મારી હકૂમતમાં
રાજા ભોજની યાદઃ ૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org