________________
જ હેત, ત્યાં અલ્લાહના નામ સાથે જીવનના છેલ્લા શ્વાસ ઘૂંટતા નરને બચાવવા, જાણે અલ્લાહને કઈ ફિરસ્તો મદદે આવી પહોંચ્યો. એણે આખો ને આખો એને ઊંચે ઉઠાવી લીધો. પોતે જે ચામડાની મશકના સહારે જળપંથ કાપી રહ્યો હતો, એ મશક પર એણે એને લઈ લીધો. ડૂબતે નર સાનભાન ગુમાવવાની અણી પર હતો, છતાં ડૂબતો તણખલાને પકડે એ રીતે મશકને મડાગાંઠ વાળીને વળગી રહ્યો. જેના કિનારાને પહોંચવા એ કલાકોથી મથી રહ્યો હતો, એ કિનારે એણે મશકની મદદથી થોડીવારમાં જોયો. પેલા મદદગારે એને કિનારે ઉતાર્યો, પાસે બેસી સારવાર કરી, ને પૂરા ભાનમાં આપ્યું.
ભલા આદમી, તમે ક્યાંથી આવો છો? કોઈ મોટા ખાનદાનના નબીરા જણાઓ છે.”
“હા, મોટા ખાનદાનના નબીરા ! એને જ લીધે આ દશા થઈ, ભલા ભાઈ, મને તારું નામ બતાવીશ?”
મારું નામ નિજામુદ્દીન ભિરતી ! પાણી પાવાનું મારું કામ! મારા નામનું ને મારા કામનું તારે શું કામ છે ?”
ભિસ્તી–બહિસ્તી–સ્વર્ગનો આદમી! ખરેખર, તે ભિસ્તીનું– બહિસ્તીનું નામ શોભાવ્યું. ભલા ઈન્સાન, તું જાણી લે કે મારું નામ હુમાયુ.”
હુમાયુ તે હિંદના શહેનશાહનું નામ છે.”
એ જ . નિજામ, મુકદ્દરની વાત મોટી છે. આજે તે દુશ્મનના દગાનો ભેગા થઈને, હારીને, મેદાન છોડી જાઉં છું, પણ મારા ગ્રહ મને પોકારીને કહે છે, કે મારું શહેનશાહપદ કેઈ ખૂંચવી શકશે નહિ. કાલે હું ફરી ગાદીપતિ બનીશ. નિજામ, કંઈ
મુસલમાન ધર્મમાં પાણી પાવાનું કામ પુણ્ય લેખાય છે, એટલે પાણી પાનારને તેઓ બહિસ્ત–સ્વર્ગને આદમી કહે છે. બહિસ્તને અપભ્રંશ ભિસ્તી.
મધ્યયુગને મહાનુભાવ : ૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org