________________
માલિક સિવાય બીજાને આપવાનો હુકમ નથી.”
“મીરઝા સાહેબ, આપના બાદશાહે જેના પર કૃપા વરસાવી છે, તે નાચીજ સેવક હું પોતે છું.” સિપાહી કે જે શેરશાહ પોતે હતો, એ ખડખડાટ હસી પડશો
“આપ પોતે !” મોગલ કાસદ છોભીલે પડી ગયે. જેનું નામ આજે ચારે તરફ પ્રખ્યાત થઈ રહ્યું છે, એ ભયંકર બળવાખેર અફઘાન સરદાર આ પિતે જ? શું સિપાહીઓની જેમ પાવડે લઈને એ પણ કામ કરે ? એ ક્ષણવાર ભભૂકતી રોશની જેવી એની બે આંખ સામે જોયું ને તરત રૂ ધરી દીધો.
મીરઝા સાહેબ! થાક્યા ન હ તો થોડીવાર અહીં જ બેસે, કામનો નિકાલ થઈ જાય.” શેરશાહે રુકકો વાંચતાં વાંચતાં કહ્યું. સિપાહીઓ બહાર નીકળી ગયા. કાસદ ત્યાં બાજુમાં જમીન પર બેસી ગયો. એ તો બીજું બધું ભૂલી આ મસ્ત સિપાહીને નીરખી રહ્યો હતો. ચહેરા પર અજબ વ્યક્તિત્વ દીપી રહ્યું હતું. મોગલ કાસદે બાદશાહ બાબરને જોયો હતો. એને લાગ્યું કે આ બળવાખેર એના જેવું જ છે.
રક્કો વાંચીને શેરશાહે જવાબ આપતાં કહ્યું : “મીરઝા સાહેબ, આપના બાદશાહને કહેજો કે શેરશાહ હમેશાં સુલેહ માટે તૈયાર છે.”
પણ શહેનશાહને ભરોસો પડતો નથી, એનું શું ?'
“શહેનશાહને કહેજો કે બાળકે મોટાં થાય ત્યારે માબાપ તેને વહીવટ સોંપી દે, એમાં જ માબાપની શોભા છે.'
“માબાપની ફરજ માબાપ સમજશે. પહેલાં બાળકોએ વફાદારીના પાઠ પઢવા રહ્યા. આપ જાણો છો કે શહેનશાહ પાસે બાદશાહ બાબરનું કસાયેલું અજેય લશ્કર છે. આપ સુલેહનું ખત લખી આપો એમાં જ શહેનશાહ આપની સલામતી માને છે.”
મેગલેને કાળ : ૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org