________________
સાંજ પટ્ટુ પડુ થતી હતી. કાસદને તુક્કો મળી ગયેા. એણે વિદાય થવું જ જોઈ એ. એ ચારે તરફ નજર ફેરવતા વિદાય થયે।. સહુ પેતપેાતાના કામમાં મશગૂલ હતા. આટલુ મેટું લશ્કર, આટલા હાથીઘેાડા, તાય કેટલી શાંતિ ! કાસદ રવાના થયા. પણ એણે ભાગ્યે જ ગંગા નદી એળંગી હશે, કે આખા દિવસ શાંત લાગતી શેરશાહની છાવણી એકદમ પ્રવૃત્તિમય બની ગઈ.
કંઇ નવાજૂની અવશ્ય થવાની હતી, પણ જેમ ભીતર ભીતર સળગતી આગની આભા વધુ લાગે તે વાતાવરણ ભયભરી રીતે શાંત લાગે તેમ દેખાતું હતું. ચોકીદારાનાં તાપણું નિત્ય નિયમ મુજબ સળગતાં હતાં, તેમાં કંઈ નવીનતા નહેાતી; પણ કેટલીક મશાલાને પ્રકાશ ઝબકી ઝબકીને બુઝાઈ જતેા હતેા.
રાત યુવાન બનતી ચાલી. મધરાતને શાળા પવન સુસવાટા કરવા લાગ્યા. આકાશમાં વાદળાના ગંજ ખડકાયેલા હતા. છાવણીની આજુબાજુના પ્રદેશ નિર્જન હતા.
એ નિર્જનતામાં જાણે કંઈક શાંત પ્રવૃત્તિ થતી જણાઈ. ભૂતપ્રેતનાં વૃંદ વગડામાં ફરવા નીકળ્યાં હોય તેમ નિઃશબ્દ, નીરવ તે નાજુક રીતે માનવીઓનાં ઝુંડ ગંગાના તટ તરફ જતાં જણાયાં. કાઈની પાસે પ્રકાશનું એકે સાધન નહાતું. હૈયાથી તૈયુ ખાય, તેાય એળખી શકાય તેમ નહેાતું. રસ્તે જનારે। તે આ ભૂતાવળને જતી જોઈ તે ફાટી પડે.
આ ભૂત કે પ્રેત કે પિશાચનાં ઝુંડ ધીરે ધીરે જમીન પર સાપ ચાલ્યે। જાય એમ ચાલ્યું જતાં હતાં. કાઈ બેકાર દુનિયાનાં એ પ્રાણી લાગતાં હતાં.
ગંગાના કિનારે આવીને આ માયાવી સૃષ્ટિ થંભી ગઈ. ગાંગા ભરયૌવનમાં મસ્તીએ ચઢી હતી. એનું યૌવન ફાટ ફાટ થતું એ કાંઠામાંય સમાતું નહાતું. આ સૃષ્ટિના સહુ જીવ શાંત હતા. મસ્તીએ
માગલાના કાળ : ૧૪૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org