________________
પડતું. કેઈ ઉઘાડા દેહે, કોઈ અડધા હથિયારે, કેઈ માથાના બખ્તરને ડિલે ને ડિલના બખ્તરને માથે મૂકી બહાર આવવા લાગ્યા.
પણ દુશ્મનો જાણે રાહ જોઈને બેઠા હતા. માળામાંથી બહાર પડતું એકેએક પંખી જેમ કુશળ પારધી ઝડપી લે એમ એ ઝડપાઈ જતા. બીજી તરફ તંબૂઓમાં આગ વધુ ને વધુ ફેલાતી જતી હતી.
અચાનક એક તંબૂમાંથી પડકારો સંભળાયો :
બહાદુર મોગલોજરા પણ પીછેહઠ કરેશે મા! દગાર દુશ્મનને બરાબર હાથ બતાવો.”
અવાજ પહાડી હતો. એક ઊંચા અરબી તોખાર પર બેઠેલા પડછંદ પુરુષના એ શબ્દો હતા. મડદામાં પ્રાણ પૂરે તેવી એ શબ્દોમાં સંજીવની હતી. એણે ગભરાયેલા મેગલ સૈનિકોને હિંમત આપી. થોડા ઘણું એકઠા થયા ને લડી રહેલા દુમને સામે મોરચો માંડવા. કેટલાએક માર્ગ કરતા તોપોને દાગવા પહોંચ્યા તો તોપોનાં મેં જ ઊંધાં ? મહામહેનતે મોં ફેરવી દાગવા જાય છે, તો એના કાનમાં જ ખીલા ! આજે કમનસીબી જાગી ઊઠી હતી.
પેલે નો બહાર આવેલે અસવાર પ્રચંડ પરાક્રમ દર્શાવી રહ્યો હતો. થોડીવાર તુમુલ યુદ્ધ મચી રહ્યું. દગાખોર દુશ્મનના પગ ઊખડતા લાગ્યા. ત્યાં તો છાવણની બે બાજુ ભયંકર શોરબકેર સંભળાયા. ત્રાહિ ત્રાહિ પોકાર કરતા અર્ધનગ્ન મેગલ સૈનિકે નાસતા જણાયા. ઊંટ પાગલ બનીને તાંડવ નૃત્ય આદરતાં જણાયાં, ને ઘોડા તો વાડામાં પુરાયેલા વાછરડાની જેમ કનાતની પાયગાને ચીરી બહાર કૂદી આવતા હતા.
શું કારણ બન્યું આટલા ગભરાટનું? પણ કોણ કોને સમજાવે?
૧૪૪ : મેગલેને કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org