________________
ખીણ વચ્ચે વસેલી વસતિને ચગદી નાખવા બે દિશામાંથી બે પહાડ ધસી આવે, એમ હાથીઓનાં પ્રચંડ ટોળાં વિનાશ જમાવતાં ધસી આવતાં હતાં. એમની સુંઢના સપાટા તંબૂઓના તંબૂઓ ગબડાવી પાડતા હતા. એમના પગ નીચે આવેલા રોટલાના જેવો આકાર પામી જતા. મહામહેનતે ધીરજ ધરીને સજજ થયેલ મોગલ સેનાના પગ ઊખડી ગયા. હિંમતને હૈયાદીપ ગુલ થઈ ગયો, ને એ હૈયાદીપ ગુલ થયો એટલે ગમે તેવા પ્રચંડ સન્યની પણ ખાનાખરાબી!
એમણે પીછેહઠ આદરી, પણ એ પીછેહઠ તે આગેક્સ કરતાંય ભયંકર હતી. નવું તાજુ અસૈન્ય ત્યાં દાંત કચકચાવતું ખડું હતું. થોડું એક તોપખાનું પણ સ્વાગત માટે સજજ હતું. પીછેહઠ કરીને આવતા મોગલ સૈનિકોને જઈ એ ભયંકર રીતે સળગી ઊઠયું.
- ત્રણ બાજુની ત્રણે દિશા શત્રુઓથી ઘેરાઈ ગઈ. નાસનારાઓ નિરાશ બન્યા. લડનારા ખૂટતા ચાલ્યા. મહામહેનતે હિંમત જાળવીને લડતા સૈનિકોના પગ ઊખડવા. ને સન્યમાં એકને પગ ઊખળ્યો એટલે અનેકના ઊખડી જવાના.
મોગલ સેનામાં ભારે અવ્યવસ્થા પ્રસરી. જેને જયાં માર્ગ મળે ત્યાં નાસવા માંડયું; પણ ગંગાના ભરપૂર ૫ટ સિવાય બીજો કોઈ નાસવાને મોકળો માર્ગ નહે. યોદ્ધાઓએ તેમાં ઝંપલાવ્યું. કેટલાક ગભરાયેલા હતા, કેટલાક ઘવાયેલા હતા. તેઓ થોડીવારમાં જલશરણું બન્યા. બચેલાઓનું સ્વાગત કરવા માટે ગંગાને પેલે પાર દુશ્મનો તીરકમાન સાથે સજજ ઊભા હતા.
પરોઢનો પ્રકાશ ઊગતો હતો. આવી જબરદસ્ત, હિંદની અજોડ મોગલ સેના નાસભાગ, ધમાધમી ને ભાગાભાગમાં પડી હતી. દુશ્મનો અજબ યૂહથી મારો ચલાવી રહ્યા હતા. પણ આ બધા સામે પેલો અરબી તોખાર પર આવેલા મોગલ યાદો અજબ શૂરાતન દાખવી રહ્યો હતો. એની બંદૂકની એકેએક ગોળી આબાદ નેમ લેતી જતી
મેગલેને કાળ : ૧૪૫
૧
૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org