________________
ચઢેલી ગંગા મેટા હડ્ડડાટ કરતી હતી, પણ સામેથી જાણે કાઈ અવાજ જ નહી !
સામે કાંઠે ઘેાડે દૂર ઝાંખા ઝાંખા થાડા દીવાઓ દેખાતા. ધનધાર આકાશમાં એ તારલિયા જેવા લાગતા હતા. ગંગાના કિનારા ધીરે ધીરે આ માયાવી સૃષ્ટિના સભ્યોથી ઊભરાઈ ગયા. મંત્રમુગ્ધ પૂતળાંઓની જેમ સહુ વ્યવસ્થિત ગેાઠવાઈ તે ઊભા હતા. અચાનક આ સૃષ્ટિની અગ્રગણ્ય ૫ક્તિમાં ઊભેલ પુરુષે ધીરેથી પાણીમાં ઝંપ લાગ્યું. માથેાડાં માથેાડાં પાણીનાં મેાજામાં એ આગળ વધવા લાગ્યા. ધીરે ધીરે પાછળ રહેલાએ પણ ધેટાંનાં ટાળાંની જેમ એનુ અનુકરણ કરવા લાગ્યા. ઘેાડીવારમાં મનુષ્યાકાર મત્સ્યાથી ગંગા ખદખદ થવા લાગી. પૃથ્વીના પટ પર જેવી નીરવતાથી આ માયાવી સૃષ્ટિ સરકતી હતી એ જ રીતે જળમાં પણ આગળ વધવા લાગી.
સામે કિનારે આ ભૂતસેના પહોંચી ત્યારે મધરાત પૂરી થવા આવી હતી. કિનારે થાડાં થોડાં તાપણાં બળતાં હતાં. અજબ રીતે એ તાપણાં મુઝાઈ ગયાં, ને તાપણાં પાસે ખેઠેલા બિચારા ચેકીદારા અલ્લાહનુ નામ લેવા ન પામે એટલી ત્વરાથી તલવારની ધારે ઊતરી કપાઈ ગયા. જરાક જેટલા ખળભળાટ, ને પુનઃ અભેદ્ય શાન્તિ !
માયાવી સૃષ્ટિ ધીરે ધીરે અનેક ભાગમાં વહેંચાવા લાગી. ખે ભાગ એ દિશામાં દૂર દૂર ચાલી ગયા. તેઓ દૂર દૂર પહોંચ્યા ત્યારે ગંગાના પ્રવાહમાં તરતા તરતા મોટા કાળા પહાડા કિનારે આવતા દેખાયા. અરે,
આ તે છે મેટા મેાટા હાથી ! એય માયાવી સૃષ્ટિના જીવ જેવા લાગતા હતા. એમના સૂપડા જેવા કાન હાલતા હતા, માટી ભારિંગ જેવી સૂઢા હવામાં હિલેાળા લેતી હતી, પણ લેશમાત્ર અવાજ વગર 1 કાઈ ગેબને દેવતા આજે છડી સવારીએ પૃથ્વીની પરકમાએ નીકળ્યા હતા.
અંધારામાં પહાડ જેવા લાગતા હાથીઓના સમૂહના અગ્રભાગ પર એક પ્રચંડ આદમી ધનુષ્ય તીર સાથે ઊભા હતા. સાગરના
૧૪૨ : માગલાના કાળ
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org