________________
સહુએ એને છૂટ મૂક્યો, કેવળ એની પાસે રહેલાં શસ્ત્રો માગી. લીધાં, જે નિયમ મુજબ પાછા ફરતી વેળા પાછાં સેપિવાનાં હતાં. અસવારોની ટોળી થોડે દૂર પહેચી કે તંબૂઓ ને રાવટીઓની બનેલી નગરી તેમની નજરે પડી. નાની મોટી અનેક ધજાઓ હવામાં ફરફરતી હતી, ને તંબૂની કનાતો ભેદીને ઊંચે ઊંચે ચઢતો ધુમાડે નજરે પડતે હતો.
શાહી કાસદને સીધે રસ્તે લઈ જવાનો હતો. મોટા નોબતખાનાના તંબૂને વીંધીને તેઓ શાહી તંબૂ પાસે પહોંચ્યા, ત્યારે ખબર, મળ્યા કે શેરશાહ બીજા તંબૂમાં છે. મેગલ કાસદને તાકીદનું કામ હતું, તેથી તેને ત્યાં લઈ જવામાં આવ્યો.
એ તંબૂ એક નાને તંબૂ હતો, તેમાં કેટલાક સિપાહીઓ પાવડે લઈને સુરંગો મૂકવા માટે જમીન ખોદી રહ્યા હતા. બધાના હાથમાં પાવડા હતા. સહુ સાદા પોશાકમાં હતા. ન કંઈ ભપકો કે ન કંઈ ઠાઠ ! મોગલ કાસદની આંખો આ બધામાં પેલા વીરનરને શોધી રહી હતી. એણે ઘણી ઘણી વાતો એને વિષે સાંભળી હતી. કેઈએને બહાદુર કહેતું, કોઈ એને શેતાન વર્ણવતું.
કાસદને અંદર આવતો જોઈ સિપાહીઓએ પોતાનું કામ રોકી દીધું. એક મજબૂત, ઊંચે, તગડો સિપાહી આગળ આવ્યો.
ક્યાંથી આવે છે? ક્યાં છે રુક્કો ?”
બાદશાહ હુમાયુને કાસદ છું, ને શમશેરપંગ શેરશાહને રુક્કો આપવાનો છે.”
લાવે રક્કો.” પેલા સિપાહીએ ત્યાં જ જમીન પર બેસતાં કહ્યું. એનું મોટું માથું ને ભરાવદાર બાંધેલી દાઢી નજરમાં ખંતી જાય તેવાં હતાં. એનું નાયુબદ્ધ લાલઘૂમ શરીર કઈ પહેલવાનને શરમાવે તેવું હતુ.
૧૩૮ : મોગલેનો કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org