SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સહુએ એને છૂટ મૂક્યો, કેવળ એની પાસે રહેલાં શસ્ત્રો માગી. લીધાં, જે નિયમ મુજબ પાછા ફરતી વેળા પાછાં સેપિવાનાં હતાં. અસવારોની ટોળી થોડે દૂર પહેચી કે તંબૂઓ ને રાવટીઓની બનેલી નગરી તેમની નજરે પડી. નાની મોટી અનેક ધજાઓ હવામાં ફરફરતી હતી, ને તંબૂની કનાતો ભેદીને ઊંચે ઊંચે ચઢતો ધુમાડે નજરે પડતે હતો. શાહી કાસદને સીધે રસ્તે લઈ જવાનો હતો. મોટા નોબતખાનાના તંબૂને વીંધીને તેઓ શાહી તંબૂ પાસે પહોંચ્યા, ત્યારે ખબર, મળ્યા કે શેરશાહ બીજા તંબૂમાં છે. મેગલ કાસદને તાકીદનું કામ હતું, તેથી તેને ત્યાં લઈ જવામાં આવ્યો. એ તંબૂ એક નાને તંબૂ હતો, તેમાં કેટલાક સિપાહીઓ પાવડે લઈને સુરંગો મૂકવા માટે જમીન ખોદી રહ્યા હતા. બધાના હાથમાં પાવડા હતા. સહુ સાદા પોશાકમાં હતા. ન કંઈ ભપકો કે ન કંઈ ઠાઠ ! મોગલ કાસદની આંખો આ બધામાં પેલા વીરનરને શોધી રહી હતી. એણે ઘણી ઘણી વાતો એને વિષે સાંભળી હતી. કેઈએને બહાદુર કહેતું, કોઈ એને શેતાન વર્ણવતું. કાસદને અંદર આવતો જોઈ સિપાહીઓએ પોતાનું કામ રોકી દીધું. એક મજબૂત, ઊંચે, તગડો સિપાહી આગળ આવ્યો. ક્યાંથી આવે છે? ક્યાં છે રુક્કો ?” બાદશાહ હુમાયુને કાસદ છું, ને શમશેરપંગ શેરશાહને રુક્કો આપવાનો છે.” લાવે રક્કો.” પેલા સિપાહીએ ત્યાં જ જમીન પર બેસતાં કહ્યું. એનું મોટું માથું ને ભરાવદાર બાંધેલી દાઢી નજરમાં ખંતી જાય તેવાં હતાં. એનું નાયુબદ્ધ લાલઘૂમ શરીર કઈ પહેલવાનને શરમાવે તેવું હતુ. ૧૩૮ : મોગલેનો કાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy