________________
દુસ્ત શર દુસ્ત ગવદ*
‘શેરખાંની માશુકા ખૂબસૂરત મલિકા ભલે હાય, પણ સાચી માથકા સલ્તનત છે, એ ન ભૂલે !'
હેમરાજનો અમૂલ્ય બોધપાઠ! રે શેરખાં, થોડા એક સુર્વણના મોહમાં, ગઢ ને સિંહાસનના ઝળહળાટમાં મખમલી ગાત્રોની કુમાશમાં બધુંય ભૂલ્યો! દસ્ત અને દુશ્મન પણ પિછાણી ન શક્યો ! સિપાહી આખરે સિપાહી જ રહ્યો. બાપગોતરમાં બાદશાહી ભાળી હેય તો ને ! રાજશેતરંજના દાવ તને ન આવડવ્યા. ન ગમતા દુશ્મનની તાબેદારી જ તારા નસીબે જડાયેલી રહી!
રે, રજપૂતોની જેમ મરતાં પણ ન આવડવું ! કેસરિયાં કર્યા હતા તે આ રંજ, આ ગમ, આ ગમગીની કથાથી હેત ! જીવનનું સ્વપ્ન શું આમ અકાળે નષ્ટ થવાનું ? બાદશાહી ન સરજી શકે તે શેરખાં ક્યાં જઈને રહેશે ? એના શપથ, એના કસમ, એની
• જે મિત્ર એ મિત્ર જ રહે તે ભલે આ લોક-પરલેક દુમનના હાથમાં નય.
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org