________________
ગૂમ થયેલે, અરે, મરી ગયેલા કદાચ પાછા ફરે, પણ આ રાજશેતરંજનો ખેલાડી બનેલો પ્રીતમ કદી પાછા ફરી શકતો નથી. આવી એ નખરાળી કુબજા નારનાં નખરાં છે.'
જરૂર પાછો ફરશે. હું દુઆ કરીશ !”
સિતારા, દુઆ કરજે ને માગજે ! ગગનને દાબતું કાળું વાદળ કદાચ વરસી પડે ! આજે મલિકાના નસીબમાં એ સિવાય કંઈ વિશેષ નથી. વારુ શેતરંજ ચલાવ! ”
મલિકા ને સિતારા ફરીથી શેતરંજમાં મશગૂલ થઈ ગયાં. જેઠનો અકળાયેલ વાયુ આછાદનોમાં ફફડાટા બોલાવતો હતો. પાંજરામાં પુરાયેલા બુલબુલે અને દૂર દૂરના ઉદ્યાનમાં બેઠેલી કોકિલાઓએ કૂજન કરવા માંડ્યું હતું. આછી આછાં વસ્ત્રોમાં સજજ થયેલી સૌંદર્યલતા જેવી મલિકા એકાએક ઉશ્કેરાઈ ગઈ. એણે શેતરંજ દૂર ફગાવી દીધી.
અરેરે, તમારી જીતની બાજી હાથે કરીને તમે બગાડી ! ” સિતારા બોલી.
ભલે બગડી ! મારે તને જીતવી નથી, ઓરત ઓરતને જીતે એમાં શી મજા, શું લુફ! સાકરની સુંદરીને પતાસાંની પદ્મિની મળે એમાં શી મજા !”
સિતારા જોઈ રહી હતી, કે મલિકાને અંતરનું જોશ બેચેન બનાવી રહ્યું હતું. અને બેચેન કેમ ન બનાવે ? અરે, એક મામૂલી સિપાહી જેવા પુરુષને પામવા એણે કેટલે મહામૂલે ભોગ આપે હતો ! ચુનારગઢની અખૂટ સમૃદ્ધિ ને સુવર્ણ માટે લોકો દંતકથા કહેતાં. અને એથીય વધુ દંતકથા તો ખુદ એના રૂપ માટે હતી. રૈયત, જમીનદારો ને ખુદ ચુનારગઢની એ માનવંતી નારી હતી. મલિકાને મરહૂમ પતિ તાજખાન પણ, મલિકાને એની શેષોના
વિજોગણ : ૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org