________________
બા, રોશન આવી.”
રોશન આવી? સિતારા, મારા ઘરમાં, મારા દિલમાં શું રોશની આવી?”
આકાશમાં અંધકાર ઊભરાતો જતો હતો. પૃથ્વીપટ પર બચેલા થોડા ઘણું પ્રકાશને રાત્રિને દેવ લૂછતો જતો હતો. એની પિતાની કાળી માટી પર સફેદ ડાઘ સહ્ય નહોતા.
રોશન, આમ આવ !'
ઊંચી ઊંચી, ગોરી ગોરી, મદભર નયનાંવાળી રોશન ચુનારગઢની મક્ષિકાની પાસે આવી કુરનિસ બજાવી રહી. એણે ઊંચો બાંધેલે અંડે જાણે કામદેવના શરટંકારની તૈયારી દર્શાવતો હતો. ચુનારગઢના કુશળ જાસૂસમાંની રોશન હતી. ઈરાની માતાના પેટે મીરાં* કોમમાં એ જન્મી હતી. ઈરાની માતાનું કવિત્વ ને મીરાં કામની કુનેહ એને વરી હતી. જૂના માલિકના જમાનામાં રોશનની બોલબાલા હતી.
“રોશન, કહે મારા શિરતાજ કુશળ તો છે ને ?”
હા” રોશને ટૂંકમાં જવાબ વાળ્યો, પણ તે તરફ મલિકાનું લક્ષ નહેતું.
“ત્યારે હવે તારી વાત ચલાવ. પણ જે, તું બહુ લકી છે. આડીઅવળી વાતોમાં કલાકો કાઢી નાખે છે. હું જે કહું, તે પછીની વાત કહે. રૂમખાંને ઝેર અપાયું તે હું જાણું છું. હુમાયુ બાદશાહની છત્રછાયા નીચે ચુનારગઢની વ્યવસ્થા મારા શેરને સોંપાણી તે યાદ છે. એણે ફરીથી સન્યની રચના આદરી તેની ખબર છે. કાળા નાગને નાથનાર મુરલીધરની જેમ એ ભયંકર અફઘાનેને અધિદેવ બન્યો છે, એ પણ સાંભળ્યું છે. પેલા દિલ્હીના ઝવેરીએ ગજ સેના
* આ કેમ એ વેળા જાસૂસી માટે પ્રસિદ્ધ હતી.
વિજોગણ : ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org