________________
સુલેહના સંદેશા ? રોશન, ત્યારે તે લડાઈ પતી જશે ? મારે શેર મને મળશે ?'
નામુમકિન-અસંભવ, મલિકા. મારું જ્ઞાન કહે છે કે આ વખતે શેરશાહ સંધિ ન કરે. એ કંઈ કાચા ગુરુના ચેલા છે ?”
“મારો શેર તલવાર ખેંચી જાણે, બાકી દાવપેચ રમી ન જાણે. એ ભોળા સિપાહી છે. ચુનારગઢની કહાણું તો તું જાણે છે !'
એ વેળા રાજકાજની નિશાળે બેઠ હજી થોડા દહાડા વીત્યા હતા. આજે તો એ રાજનીતિનિપુણ બન્યા છે. એમને ગુરુનો મંત્ર છે કે ઓછા સંહારે, છળકપટથી જે મોટી લડાઈ જીતે તે ખરો. લડવૈયે.”
એ ગુરુ કેણ?”
કોઈ ઝવેરી છે. શેરને લંગોટિ દેસ્ત છે! મલિકા, જેમ કાળા પ્રચંડ સાપ સાથે કુરતી ખેલતો બહાદુર નેળિયા વારેઘડીએ દરમાં જઈ જડીબુટ્ટી સંથી આવે છે, એમ તમારા શેરનું પણ છે. કંઈ મુશ્કેલી ઊભી થઈ કે તરત બને મળે છે, કલાકે વાતચીત ચલાવે છે ને છૂટા પડે છે. બિલાડીના જેવા એના પંજા છે. આ છે જ્યારે, જાય છે જ્યારે, કઈ જાણતું નથી. થોડાક સિવાય, ઘણુએ એને જોયો નથી. એના નામને જ જાદુ છે. અફઘાન સૈનિકો શેરની પછી આ પુરુષની જ પ્રશાંસા કરે છે.'
જા એ પુરુષ! એનું નામ હેમરાજ. ગમે તેવો એ સારો હોય, પણ મને એનું નામ નથી ગમતું. એણે જ મારા શેરને આ રાજનીતિમાં ઊંડે ઉતાર્યો. એણે જ કહ્યું હતું, કે “ખૂબસૂરત મલિકા ભલે શેરની માશૂકા હોય, પણ ખરી માશકા તો સલ્તનત છે.” મારી ભાસે એનું નામ લઈશ મા! હા, પછી સુલેહનું શું થયું ?”
વિજોગણ = ૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org