________________
આજુબાજુમાં કોઈની અવરજવર જોવાતી નહોતી.
પ્યારા દેત !” શેરખાંએ નજીક જઈ કહ્યું.
કોણ દોસ્ત ! ના, ના, અરે બંદે, આ દુનિયામાં કોણ દોસ્ત, કેણ દુશ્મન ! અમે તો સાંઈબાવા” ને સાંઈબાવા હસી પડવા, શેરખાં પણ હસી પડ્યો. બંને જણ ક્ષણભર જાણે જેનપુરની નિશાળના નિશાળિયા બની ગયા.
ઉતાવળ થઈ ગઈ પાણીમાં રહીને મગર સાથે વેર બાંધી લીધું. વેર બાંધ્યું તો ઠીક, પણ પૂરતી તૈયારી વગર મેં ખવાસખાન સાથે સંદેશ મોકલ્યો, ને મને જ લાગ્યું કે જલદી થઈ. મારી ભૂલ ભારે સુધારવી પડી. દિલ્હીમાં રહી આટલું જ કામ કર્યું. પ્યારા ખાન, કુપાત્રે ઠાલવેલી દયા દયાવાનને ડાકણ બનીને ભરખે છે. દુનિયામાં દયાને પણ બજાર ચાલે છે. બેટી દયાથી દુનિયાની મોટી મોટી બાદશાહી નાશ પામી છે. વળી સમર્થની દયાની કંઈ કિંમત હોઈ શકે! તારા સૈન્યનું જ ક્યાં ઠેકાણું છે? શંભુમેળા જેવું સૈન્ય તે સૈન્ય કહેવાય. જે સજા આપણને થવી ઘટતી હતી, તે થઈ હવે તો હુમાયુના નામે ચરી ખાવું! રાજ એના નામથી ચલાવવું, તૈયારી થયે મેદાનમાં નેતર ! ઝેરનું ઔષધ ઝેર, વિશ્વાસઘાતનો બદલે વિશ્વાસઘાતથી,' સાંઈબાવા મંત્રની જેમ શબ્દો ઉચ્ચારતા હતા.
દોસ્ત, હવે હું તને નહીં છોડું !”
કઈ ચિંતા નહીં. હું જ તને નહીં છોડું. પણ હજી વાર છે. સત્ય જમાવે, એકદિલી કેળ, ત્રસ્ત પ્રજાને તમારી બના, બિહારનો કિસાન લડાઈઓનાં ધાડાં નીચે કચડાઈ રહ્યો છે. મહિનાઓથી હું તે એ વીર નરેને નીરખી રહ્યો છું. કેવી વીર પ્રજા! એમના ચહેરા જોયા ? ઘોડે થાકે પણ એ ન થાકે! પંખી જ્યાં પ્રવેશ ન પામી શકે ત્યાં એ જઈ પહોંચે! નદી, નાળાં, ગરમી, વરસાદની પરવા જ નહીં. એમનું સૈન્ય એકઠું કર! એક તરફ અફઘાનોને એક
દુસ્ત શર દુસ્ત ગવદ : ૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org