________________
દૂર દૂરથી ઊંચા અવાજે આવી રહ્યા હતા. ચુનારગઢના દીવાઓ ઝડપથી બુઝાતા જતા હતા.
રૂમખાંના જનાજાની-સ્મશાનયાત્રાની તૈયારી લાગે છે, બંદે!' સાંઈબાવા, તમે કેટલા દિવસથી અહીં છે?”
ત્રણ દિવસથી. દિલ્હીથી મોગલ સરદારો સાથે જ અહીં આવ્યો હતો, આ જનાજાની તૈયારી માટે.” અને સાંઈબાવા કાતિલ રીતે હસ્યા.
આ અહેસાન ક્યારે પૂરો કરીશ?” બાદશાહ બનશે ત્યારે, બંદે !'
ને સાંઈબાવાએ ફરીથી પોતાના બુલંદ અવાજથી બેલવા માંડ્યું :
અલ્લાહ નામકા પૈસા નબી નામકી રિટી હસન નામકા કપડા,
દેવે દિલાવે વે સખી... શેરખાં અંધકારમાં ભળી અદશ્ય થઈ ગયા. સાંઈબાવાના બુલંદ અવાજેના પડઘા ચુનારગઢના પથ્થરો પાડી રહ્યા હતા. શાહી મહેલમાંથી તલવારેના ને દીવાઓના ઝગઝગાટ વચ્ચે થોડી વાર અશાંતિ ભડકી અને પાછી શાંતિ પથરાતી જતી હતી.
શેરખાં ધીરે ધીરે જતા સાંઈની પીઠ તરફ જોઈ બોલી ઊઠયોઃ
દુસ્ત શર દુસ્ત ગવદ.” જે મિત્ર એ મિત્ર જ રહે, તો ભલે આ લેક-પરલેક દુશ્મનના હાથમાં જાય !”
૧૧૪.૬ દુસ્ત શર દુસ્ત ગવદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org