________________
ગજસેના પછી અશ્વસેનાની પરીક્ષા કરવામાં આવતી. દોડતા અધે તીરથી નિશાન તાકવાની, નદી તરવાની, પટાબાજીમાં સવારના ઈશારાથી હલનચલન કરવાની કવાયત શીખવવામાં આવતી. નવા અશ્વની પસંદગી પણ આ વેળા થતી, ને જેના કાન, કમર, જાલી, ગળું નાનાં હોય; ગરદન, પગના નળા, યાળ ને આંખ લાંબી હોય તેવા ખાસ પસંદ કરાતા. આમાં ખાસ કરીને અરબી, ઇરાકી, મુજસ, તુર્ક, આબુ તથા કચ્છ, કાઠિયાવાડ, કાશ્મીર ને પંજાબના ઘોડા પસંદ થતા.
તોપખાનાની રચના પણ કાળજીપૂર્વક થતી. નાના દશ શેરિયાથી લઈ બાર બાર મણના ગોળા ફેંકી શકાય, તેવી તોપ તૈયાર થતી. એક જ જામગરીથી સત્તર તોપો સાથે ફાડી શકાય તેવી રચના પણ થતી. આ તોપોમાંથી કેટલીક નાની જંજાળો, જે ઊંટ પર રાખીને ફેડવામાં આવતી, તે પિત્તળની બનાવવામાં આવતી. ગાડામાં મૂકીને બળદથી ખેંચાતી તોપ મટી, ભયંકર અને સહેલાઈથી ન ફરી શકે તેવી હતી, માણસ લઈ જઈ શકે તેવી “નરનાલા” તોપ પણ બનતી. બરછી, ભાલા, સાંગ, ગુર્જ, નેધા, જઘનેલ, ગુપ્તી, કમાન, કારહા, કટાર, જબિયા, છૂરી, ગોફણ વગેરે નાનાં મોટાં શસ્ત્રોના વપરાશની પણ કવાયત રાખવામાં આવતી. એ કાળનાં ઘણાં નાનાં મોટાં શસ્ત્રો, સળગતાં તીરોની તીરંદાજી, હાથે ફેંકી શકાય તેવા બેબ વાપરવાની કુનેહ વગેરે પણ શીખવવામાં આવતું. ગોફણધારીના કેવળ છેડા બળથી પથ્થરની અમાપ વષ કેમ થાય તે પણ શિખવાતું. દિનદહાડે ઉજજડ બનતા બેરોજગાર બિહાર પ્રાંતમાં ને ચુનારગઢમાં ઉદ્યમશીલતાનું એક મેજું પ્રસરી રહ્યું. ભૂખે મારી રહેલી નિષ્કર્મયતા જાણે દૂર થતી ચાલી. | કિલાઓ તોડવા માટે સુરંગ ચાંપનારાઓ પણ ખાસ કેળવવામાં આવતા. એ કાળના સુરંગકામમાં સુપ્રસિદ્ધ ડચ લોકોની દેખરેખ ૧૨૦ : પૂર્વ તૈયારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org