________________
·
શેરખાંએ દરબારમાં ખડા થઈ, અદબપૂર્વક ખેલતાં જણાવ્યું : મીરઝા સાહેબ, શહેનશાહને મારા દુજાર વાર કુરનિસ પહેાંચાડજો ને કહેજો કે સેવકના ભૂતકાળ તરફ નજર ન કરતાં એને જે માન બઢ્યું છે, તે માટે એ જીવનભર અહેસાનમાં છે.'
આ અહેસાનની જાહેરાત રાજદરવાજાની નાખતે એ તરત કરી દીધી. ગામમાં ગરીબરખાંઓને અન્નપાણી શરૂ કરવામાં આવ્યાં. આ તેાખતા તે આ અન્નપાણી આટલેથી ન અટકમાં; આજુબાજુનાં ગામામાં ને બિહારના પ્રદેશામાં ફેલાઈ ગયાં. બધે જાહેરાત કરવામાં આવી કે ભૂખ્યાંને અન્ન, નાગાંને વજ્ર અને યાદ્દાને શસ્ત્ર મળશે, શેરખાંના દરબારમાં. બાદશાહ બહાદુરા રસિયેા છે, મર્દાનગીને પૂજારી છે.
ગામડે ગામડે, દેશેદેશ ખેડાલ બનીને જીવન ગુજારતા મ સળવળ્યા. ઘણા દિવસથી શાહી નેકરીઓથી તેઓ બરતરફ હતા. કેટલાકને નાકરીએ મળતી, તે એમનાં માન-સન્માન નહાતાં. આ મરજીવા કિસાન મેાતને સાંખી શકતા, અપમાનને નહી.
આ સહુને શેરશાહે માનપાન આપ્યાં. શૂરવીરતાને તે એ પૂજારી હતેા. શું હિંદુ કે શું મુસલમાન, સૈન્યની સેવામાં કઈ ભેદ નહેાતા; કારણ કે એના વિજયામાં મદિરાને નાબૂદ કરવાનાં નહોતાં, ચેારા ને ચબૂતરા ઉખેડી નાખવાના નહેાતા, જુલમ ને જહાંગીરી ચલાવવાની નહેાતી. અને ત્યાં સુધી કોઈના પણ ધર્મને સ્પર્ષ્યા વગર ચાલનારા એ ઇન્સાન હતા.
એક જબરદરત સૈન્યસમૂહ હિલેાળા લેવા લાગ્યા. એમાં તુર્કસ્તાન તે અરબસ્તાનથી આવનારા શેખ તે સૈયદ હતા, પઠાણુ ને અર્ખ હતા, સીદી ને ગુલામ હતા, ઈરાની તે બલૂચી હતા, મારવાડમેવાડથી આવેલા રાજસ્થાની ને મેવાડી વીર્ય હતા, વીરતાના ૧૧૬ : પૂર્વ તૈયારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org