________________
રચનાને ઉતાદ છું. પણ માલિક, એક જ મારો ગુને, મામૂલી એવો ગુને ને મને આ દશાએ પહોંચાડો. અરેરે! જાણે કયામતનખુદાના ઇન્સાફનો કોઈને ડર નથી.” કાળી રાત્રિના જેવું રૂપ ધરાવનાર યહૂદીની મેટી મોટી આંખોમાંથી ધોળાં ધોળાં આંસુ ટપકતાં હતાં.
ગુલામ, તને અમારા દરબારમાં રક્ષણ મળશે. વારુ, શું હુમાયુ આવો સંગદિલ આદમી છે ?”
જરૂર, એનું પ્રત્યક્ષ પ્રમાણ આ મારો દેહ હાજર છે. વિચિત્ર છે એ બાદશાહ ! એના રંગઢંગ કંઈ બાદશાહત કરવાના છે ? ક્યાં બાદશાહ બાબર ને ક્યાં આ ગધાપચીસીમાં ભટકતું છોકરું! એ તો જ્યોતિષી થવાને લાયક છે.”
“જ્યોતિષી થવાને લાયક?” શિકારના સહેલાણુઓને રસ પડતો લાગ્યા.
વેદનાની ધીરી ધીરી પુકાર પાડતો, દર્દની આછી ચીસો નાખતો, બઝળ્યો ગુલામ સહેજ મલકા ને બોલ્યો :
“મારા શાહ, આ ઘાસમાં મારા દેહને જરા આસાયેશ મળવા દે. હાય દુઃખની કરવત મારા અંગને ધીરે ધીરે વહેરી રહી છે. સાંભળે, એ બેહયા બાદશાહની વાતો. અજબ જેવી હસવાને લાયક્ર એની ખાસિયત છે. નાનપણથી જ્યોતિષનો ભારે શોખીન છે. બાપની બહાદુરી પર તાગડધિન્ના કરનાર એ તલવાર ને બંદૂકને બદલે રમલ ને પાસા, ખડિયે ને કલમ લઈને બેસે છે. કલાક સુધી આડાઅવળા લીટા દોરે છે, ને કહે છે કે હું જન્મકુંડલી, લગ્નકુંડલી કાઢું છું. અરે, કેટલીક વાર તો કુંડલી બનાવતો બનાવતો ઊભો થાય છે, ઓરડીનું બારણું બંધ કરે છે, ને પછી કૂદે છે, તાળીઓ વગાડે છે ને આનંદમાં ગાયા કરે છે. ' આખી મંડળી જોરથી હસી પડી. શાહી શેતરંજના ખેલાડી
જ્યોતિષી : ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org