________________
શાહી નોકરીમાંથી ગુલામને કદી જાકારે તો નહીં મળે ને ? જે એમ બનવાનું હોય તો મને અહીં જ મરવા દે ! બે દિવસને અહીં પડવ્યો છું. જુઓ, મારું માંસ સડવા લાગ્યું છે. કીડાઓ સળવળતા લાગે છે. ભલે આ નાચી જ દેહ કેટલાએક કીડાઓને ભક્ષ બને !' ગુલામ પોતાની વાતને કરુણાનું મેણુ આપી રહ્યો હતો.
એમ નહિ થાય; ન થઈ શકે. શેરશાહ અદલ ઇન્સાફી છે. ગુલામ, ચુનાગઢ જેવા ગઢને તારા જેવા ઈજનેરની ખાસ જરૂર છે. હુમાયુને પરાજય, મેગલેને સર્વનાશ એ તો મારા જીવનનું ધ્યેય છે. કદાચ તારા નિમિત્તે એ કામ વહેલું આવે તો આવવા દે! એને કંઈ અફસેસ નથી. અફઘાનની તાતી તલવારો તૈયાર છે.'
ગુલામે જવાબ આપવાને બદલે ધીરેથી મસ્તક જમીન સરસું મૂકી એક ચુંબન લીધું, ને આકાશ સામે હાથ જોડવ્યા. પારકા જીવને રાહત આપવામાં પણ એક નશો છે, માનવીને એમાં સહજ દિલદિલાવરી લાધે છે. આ દિલદિલાવરીથી ગુલામને ચુનારગઢમાં આશ્રય મળ્યો.
ચાર ધીંગા ધોરીઓથી ખેંચાતા એક ગાડામાંથી ચિત્તાના પાંજરાને નીચે ઉતારવામાં આવ્યું. એક સવારે પોતાના ઘડાનું બોગીર તેમાં પાથરી આપ્યું. ગુલામને ઊંચકીને તેમાં સુવાડવામાં આવ્યો.
સવારના સૂર્યના પ્રકાશમાં નાહતી મંડળી, જ્યારે ચુનાગઢ તરફ પાછી ફરી, ત્યારે દરબારી નોબત ગડગડતી હતી. ઊંચા ઊંચા બુરજ પર ફરકતો લીલો ને હવામાં ફડાકા બેલાવતો હતો.
ખુશરેજને અસવાર એ તરફ જોઈ મનમાં કંઈ ને કંઈ વિચારી રહ્યો હતો.
બિચારો જ્યોતિષી! એ શું જાણે કે અદલ ઇન્સાફ એ જ શેરખાંનું રાજસૂત્ર છે ! નબળાં–પોચાંને પીડી તથા જુલમગારની પીઠ થાબડી હું કદી ન્યાયભ્રષ્ટ ન બનું !”
સૂરજ વધુ ઉગ્ર થતો જતો હતો, ને લીલી ઝંડે વધુ ફડાકા બોલાવતો હતો. ૪ તિષી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org