________________
ગાયબ હાય.
થાક્યા ભાઈ ! જુવાનની ધીરજ ખૂટી. તેઓએ નક્કી કર્યું કે સદા ઘેર રહેતી પેલી મહારાણીને આપણામાં ભેળવી લેવી ! કેવી સુંદર ઋતુ છે ! ભૂમિ હરિયાળી છે. ધાન પાકતાં જાય છે. ફૂલ ખીલતાં જાય છે. સોહાગણને કામવર પીડી રહે તો આ તો બિચારી વારંવારની વિજોગણુ! અરેરે, એ દીન અબળાનું દુઃખ હવે અમ જુવાનથી જોયું જતું નથી !
હમેશનાં ચગાં વૃદ્ધ કબૂતરોએ જરા આનાકાની કરવા માંડી; તો જુવાન કબૂતરોએ ચુનારગઢની મલિકાનું દષ્ટાંત આપી તેમને બોલતા બંધ કરી દીધા. તેઓએ તો હિંમત સાથે એમ પણ કહી દીધું, કે રોજ રોજ તોપ–બંદૂકના ધડાકાથી હવે આ ગઢ રહેવા લાયક રહ્યો પણ નથી. સિપાહીઓ પણ જુઓને કેવા જંગલી જેવા ભરાતા જાય છે ! બિચારી એકલી મળે તો મૂંછને ઓહિયાં કરી જાય; એટલે એને હવે આપણી સાથે જ લઈ જઈને રાખીશું. રોજ રોજ આગ્રા-દિલ્હીનો ભટકનારો ધણી ને આવું ભયભરેલું વાસસ્થાન ! કેવી દુઃખી ને દયા ખાધા જેવી પારેવડી !
હવે તો ઋતુ પણ નિર્મળ થતી ચાલી. ખેતરો ધાન્યથી લચી રહ્યાં, નદીનવાણ પાણીથી છલકાઈ રહ્યાં. નર અને માદા પણ હાજર છે. કાલના સુપ્રભાતે ઐકથના શુભ કાર્યને આરંભ થશે. કાલે બંને જણ પોતાની વચ્ચે વસવા આવશે. નવજુવાન કબૂતરેએ આખી રાત સુંદર સ્વપનામાં વિતાવી.
બીજા દિવસનું પ્રભાત બહુ ઉત્સાહભર્યું હતું. વહેલી સવારથી ધમાલ શરૂ થઈ હતી. સહુ જલદી જલદી પેલા પરદેશીઓને લેવા દેવાં, પણ મોટા આશ્ચર્ય વચ્ચે જણાયું કે નર કે માદા બંનેમાંથી એકે ત્યાં નહોતું. કેવળ પેલે ન આવેલ ગુલામ કિલાફત ત્યાં આંટાફેરા મારતો હતો. સુવર્ણનું પિંજર ખાલી હતું. ઉત્સાહી કબૂતરના
પ્રેમનાં પારેવાં : ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org