________________
વર્ષોની યાદ ફરીથી તાજી બને છે, ઘણા વખતથી ભુલાયેલ દેરતા આજ ફરી યાદ આવે છે. મારે હેમરાજ !”
“રાત છેડી જ બાકી છે. આરામ લે !” મલિકાએ પોતાની કીમતી શાલ આપતાં કહ્યું, “ આવી રહેલી વસ્લની રાતો માટે
ડી વાતો ભલે બાકી રહે !” મલિકા હસી. એ હાસ્યમાં અજબ માદક્તા હતી. એ માદકતાની અસર થઈ
ઈરાદાને મજબૂત શેરખાં ફરીથી આ ખૂબસૂરત ઓરત પાસે નરમ પડી ગયો. એણે કમરબંધની કટાર ને બંદૂક સિવાય બીજાં શસ્ત્રો ઉતારીને અળગાં મૂક્યાં. હવા ભીની હતી; હૂંફાળી ગોદમાં લપાઈ જવાનું મન થાય તેવી હતી. શેરખાંએ એક વાર બારીને પડદે ઊંચે કરીને જોયું. પરોઢના સિતારાઓ ઊગવાની તૈયારીમાં હતા.
મલિકા, મારા દોસ્ત હેમરાજને આપણું શાદીમાં જરૂર તેડાવીશું. અરે! આ જમુના ને ગંગા તો અમારી રમતનાં મેદાન હતાં.”
ભુલાયેલ ભેરુ : ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org