________________
“હેમરાજ જેવા વઝીરેઆઝમની !” “હેમરાજ કેણું છે?” મેવાતનો એક શ્રેણી છે, વાણિયો છે.”
વાણિયાની ખોટ ? ચુનારગઢને ખજાનો છલે છલ છે. એવા હજાર વાણિયાની તે ચાકરી નોંધી શકે તેમ છે.'
ના, ના, એ ભોળી મલિકા ! એ વાણિયે એવો નથી. એ. તો આગનો તારો છે. એના એક દિમાગમાં હજાર લશ્કરોનું બળ છે. એના શબ્દોમાં મડદાંને સજીવન કરે તેવી તાકાત છે. એના બાહુમાં સતનતોને સરજવાની ને ભાંગવાની અજબ કરામત છે. આજે તો હિંદુસ્તાનમાં બીજે હેમરાજ નથી !'
“દિલેર શેરખાં જેવો જેના પર આફરીન બને, એ હેમરાજ કેવો હશે ? એક દીનદાર, ઈમાનદાર સિપાહી કાફર કેમના એક આદમીનાં વખાણ કરે, એ આદમી ખરેખર અજબ હે ઘટે.'
અજબ, મલિકા, અજબગજબ! એકવાર તું એને જુએ તે શેરખાને પણ ભૂલી જાય. એક જ હેમરાજ શેરખાંની બાંહ્ય પકડે, એને વઝીરેઆઝમ બને તો હિંદની સલ્તનત અમને નાની પડે !' એ કાફર નથી; શેરખાંને સગો ભાઈ છે, એનો લંગોટિયા દોસ્ત છે.”
“શેરખાંને લંગોટીઓ દેત? શેરખાંની શાદીમાં એને જરૂર તેડાવીશું.'
શાદીમાં એ નહીં આવે. જરૂરી કામ સિવાય એ ઘર છોડતો નથી, ને જરૂર પડતાં એ જહન્નમના દરવાજા પણ વધી શકે છે.'
“જહન્નમના નહીં, જન્નતના દરવાજા એ વીધશે. હવે ચુનારગઢની મલિકાના મહેલમાં જન્નતની જાહોજલાલી જામશે. આપણી શાદીની શરણાઈ આવતી કાલની શહેનશાહતની શરણાઈ બનશે.”
સુંદરી ! એ શરણાઈ તો મારે દેત જ બજાવી શકે.. ૨૦ : ભુલાયેલે ભેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org