________________
મૃમલાની જેમ સહુ ફસાઈ ગયાં હતાં. કિનારા પરના દુશ્મનોનું જૂથ મોટું લાગતું હતું. રાજ શેતરંજની રમનારી મલિકા આજે ગભરાઈ ગઈ અને એથીય વધુ એને ચિત્તો ગભરાઈ ઘુઘવાટ કરવા લાગ્યો
“ખામોશી” કિનારા પર એક અવાજ ગાજ્યો. એકદમ એ અવાજની સાથે તીરોનો વરસાદ બંધ થઈ ગયો, હિલચાલ શાંત થઈ ગઈ. સહુ જાણે જમનાના હૈયા પર પ્રગટેલ આ હેળીમાં સુંદસ સ્ત્રી અને પુરુષને સ્વાહા થતાં જેવા શાંત થઈને બેઠા. ગરુડના જેવી દીર્ધદષ્ટિવાળા શેરખાંએ વખત પારખે. આ તો જીવતાં શેકી. નાખવાનું કાવતરું !
મલિકા !”
યારા !” મલિકા ગળગળી થઈ. આજ પિતાને કારણે જ શેરખાં યમરાજની દાઢમાં જીવતો ચવાવાને હતા.
તે બોલનારને અવાજ ઓળખ્યો?”
“ના !' મલિકા એનાં લાલઘૂમ નયને ચમકાવતી બેલી. નૌકા ભડભડાટ બળી રહી રતી, ને એની લાલાશ મલિકાના સુંદર ચહેરાને અજબ લાલી આપી રહી હતી. એનું સૌંદર્ય પણ જાણે ભડકે બળી રહ્યું હતું. સૌંદર્ય પણ આગ કરતાં ક્યાં કમ હતું !
એ અવાજ સુલેમાનનો ! ગળાની આવી બુલંદી શેરખાંના ભાઈ સિવાય કોને મળે !”
“કેશુ? તમારા ભાઈ સુલેમાન ? અને તે તમારે જાન લેવા ?”
હા. અફઘાન કોમની તો એ આજની ખૂબી છે ! પણ કંઈ પરવા નહીં. મલિકા, આપણી આ મીઠી રાત ભલે ફનાની રાતમાં પલટાઈ જાય. આમ સાથે લયલા-મજનૂ બનીને મારવાનો પ્રસંગ ક્યાંથી સાંપડત ? આપણી કેવી ખુશનસીબી !”
“ખુશનસીબી? હા, હા, ખુશકિસ્મતી મારા દેતને હવાલે !'
૬૮ : જયંત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org