________________
આસ્માનને વંદન કરી રહેલી એ દષ્ટિએ, જ્યારે જમીન પર જોયું ત્યારે આઘેથી પવનવેગે કોઈ આવતું દેખાયું. એ પ્રિય અશ્વ ખુશરેજ હતો. હાથી પર બેઠેલા માલિકને નિહાળી આ વફાદાર પ્રાણુએ હણહણાટી દીધી.
મલિકા, ખુશરોજ તો આવ્યો.”
અને પેલી આઘે ધૂળ ઊડે તે ?” મલિકાએ દૂર દૂર ચડતી ડમરી તરફ નજર નેધી. એ ડમરી આંધીના વેગે નજીક આવતી હતી. એકદમ શેરખાં બૂમ પાડી ઊઠ્યો :
મલિકા, એ તો મારે વફાદાર સેનાપતિ ખવાસખાન ! કંઈ બાતમી સાથે આવતો લાગે છે. અને તે હાથી પરથી એકદમ નીચે ઊતરી આવ્યા. ખવાસખાન પણ નજીક પહોંચ્યો હતો. એણે ઘોડાથી નીચે ઊતરી શેરખાંની કદમબાસી લીધી.
“ખવાસખાન, તું ક્યાંથી ?”
એ જ યુદ્ધના મેદાન પરથી. વરવર હેમરાજે મને બાતમી આપી કે તારા માલિક એક જાળમાં ફસાયા છે. હજૂર, સિપાહીઓ આડાઅવળા હતા. હેમરાજ અગ્રેસર થયા ને હું પાછળ આવ્યો. કામ તમામ થયું છે. ફતેહ, ફતેહ!' ખવાસખાન હર્ષના આવેશમાં પૂરે બોલી શકતો ન હતો. એણે શેરખાને થડે દૂર લઈ જઈ હેમરાજને સંદેશે કહ્યો. સંદેશાને એકએક લફઝ શેરખાંના સીનાને ઊંચે ઉઠાવી રહ્યો હતો.
મલિકા, અલ્લાહના શુકર ગુજારે બાબર ગયે, બાદશાહી રચવાની ઘડી આવી. ચાલે, એની હસીખુશીમાં આપણું શાદી ચાવો, જલસા ઉડા, મહેફિલ જમાવો! મસ્જિદમાં ખુતબા પઢાવો ને મંદિરમાં ઘંટા વગડા ! આવતી કાલે આ ચુનારગઢને સિંહાસનેથી શેરખાં બિહારનો શાહ બનશે.”
હર્ષના સાગરમાં નાહતા સહુ ચુનાગઢના તેકિંગ દરવાજામાં પ્રવેશી ગયા.
વયંત્ર : ૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org