________________
પણ સારી રીતે જીવવામાં એથીય વધુ બહાદુરી છે. વખત ટુંકે છે, લઈ લે મલિકાને હાથ પર! પ્રવેશી જા જમનાના હૈયામાં ! ભલે દુશ્મને બેઠા બેઠા વા ખાધા કરે.' આગંતુકે શેરખાને ધક્કો માર્યો.
પણ તારું શું ?”
“મને ઊની આંચ નહીં આવે. મારી ગણતરીમાં મીનમેખ ફેર ન થાય. આજ તારા ઘરના દુશ્મનો છેલ્લે ફેંસલો કરવો છે.” બેલનારના અવાજમાં અભુત સ્વસ્થતા હતી. તેના મુખ પર ભલભલાને થરથરાવે તેવી દઢતા હતી.
સ્મશાનચિતાની જેમ નૌકા ભડભડાટ બળી રહી હતી. કિનારા પરના દુશ્મને આડમાં છુપાયા હતા. તેઓ જાણતા હતા, કે જે આછા પ્રકાશમાંય-ઝાડપાન વચ્ચેથી પણ કોઈનું અંગ-પ્રત્યંગ શેરખાં ભાળી ગયે તો, એની બંદૂકની ગોળી કોઈની સગી નહીં થાય.
બિસિમલ્લાહ! યા અલ્લાહ તારી મરજી!' ને શેરખાં હેડીના ઊંચા ભાગ ઉપરથી નીચે સરકી ગયો. મદમસ્ત હાથી રમતમાત્રમાં કમળને સુંઢમાં ઊંચકી લે એમ એણે મલિકાને લઈ લીધી. અને જાણે સાગરને મત્ય સાગરમાં અલેપ થયા.
શેરખાં ને મલિકાનું ખાલી પડેલું સ્થાન આવનાર આગંતુકે અને તાતંર બાંદીએ લઈ લીધું. દુશ્મને ભડભડ બળતી નૌકા સાફ થઈ જાય તેની રાહમાં હતા. અગ્નિ પિતાની સર્વભક્ષી સહસ્ત્ર જ્વાળાઓ સાથે આગળ વધી રહ્યો હતો; પણ હેમરાજને જાણે એની ચિંતા જ નહોતી. એ શાંત સ્વસ્થ ચિત્તે દૂર દૂર આસમાનમાં કંઈ નજર નાખી રહ્યો હતો. અજબ સબૂરી એના હૈયે હતી. અગ્નિ પાસે ને પાસે આવતો જોઈ વીરતાના અવતારસમી બદી પણ ગભરાઈ રહી હતી. પણ આવનાર કંઈ બીજી રાહમાં હતો.
....ને એ રાહ પૂરી થઈ. એની ગણતરીના સમયે જમનાનાં ઊંડાં કેતરે વચ્ચે ભયંકર ગર્જના સંભળાઈ. કિનારા પર બેસીને
વયંત્ર ઃ ૭૧.?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org