________________
ભકીને નાઠેલે એક ચિત્તો મહામહેનતે કિનારે આવી ઘુરક્ષા કરતે હતો. નૌકામાંથી કંઈ બચાવી શકાય તેવું નહોતું–બચાવવાની ચાહના પણ નહતી. ખવાસખાનને હવે જલદી ચુનારગઢ જઈ પહોંચવું હતું. એની પાસે મહત્ત્વને સંદેશ હતો. એણે કૂચ શરૂ કરી. *
એક તસ્ક પેલે અરબી તોખારને અસવાર પવનવેગે દિલ્હીના પંથ કાપતો હતો ને બીજી તરફ જ્યારે ખવાસખાન દુશ્મનનાં દળ સાફ કરીને જલદી ચુનારગઢ પહોંચવા મથતો હતો, ત્યારે પેલાં આશક ને માકના હાલ તો નીરખીએ.
સાગરનાં મત્સ્ય બનીને જલમાર્ગ કાપતાં એ જુવાન ને જુવતી કિનારે પહોંચ્યાં ત્યારે લથબથ થઈ ગયાં હતાં. મોટા મોટા વામ ભરતા શેરખાંની કેટે વળગીને મલિક નિશ્ચિતતાથી તરતી ચાલી આવતી હતી. પાણી પર તરતો આવતો એને લાંબા કેશકલાપ કઈ કાળા નાગની યાદ આપતો હતો. પ્રેમીજનના આવા ગાઢ પ્રેમાલેષમાં મતની કઈ વિસાત નહોતી. આજે તો ચુનારગઢ પણ ભુલાયે હતો ને શહેનશાહતનાં સ્વપ્ન પણ વીસરાયાં હતાં.
કાંઠે આવીને શેરખાંએ એક વાર ભડભડ બળતી નૌકા તરફ નજર નાખી. નજર નાખતાં જ, પાંજરું ઊઘડતાં કબૂતરે કે કલબલાટ કરી મૂકે એમ એની કલ્પના ધમધમી ઊઠી. પોતાના દોસ્તને અગ્નિસ્નાન કરવા ત્યાં રાખીને પોતે કેવો નાસી છૂટયો ! નામર્દ! પઠાણની માતા આવા બાળકને કદી જન્મ ન આપે! અરે, મા લજવી ! બાપ લજા ! ખાનદાન લજવ્યું! ઘડીભર શેરખાં ઊર્મિવશ થઈ ગયો. એને થઈ આવ્યું કે પાછો ત્યાં ચાલ્યો જાઉં અને હાથોહાથ હિસાબ પતાવી લઉં.
“મલિકા, દિલ તોફાન કરે છે. પાછો ફરી જાઉં ? મારો હેમને ફૂપ ઘડી-બેઘડીમાં હતો ન હતો થઈ જશે.”
હેમને કૃપ?' મલિકા ન સમજ. એ પોતાની કેડ પર
૭૬ : જયંત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org