________________
વવા પડશે? પડિહારોના એ પરાક્રમી રક્તને કેમ ભૂલી જાઓ છે ? જેન બનીને પુરુષાર્થના પરમ આદેશને કેમ વિસારી મૂકે છે ? વધે, આગળ વધે! આકાશ સંતપ્ત બન્યું છે ! મેઘ બનીને વરસી પડો ! સહુ તમારું સ્વાગત કરશે. રૈયત જુલમથી ત્રાસી છે. પ્રજા નિતનિતનાં તોફાનેથી કંટાળી છે. જમીનના રસકસ હણતા ચાલ્યા છે. જમીનદારો ભૂખ્યા ડાંસની જેમ ખેડૂતોને ચૂસી રહ્યા છે. રાજાએ સ્વાથ ને પ્રમાદી બન્યા છે. મુસલમાનોમાં પરસ્પર ભેદભાવ ભરાણે છે. કોઈ કોઈનું નથી. સમરાંગણમાં શરે પણ સામ્રાજ્યની રચનામાં પારકાને આધીન રહેનાર બીમાર બાબરશાહ આજકાલને મહેમાન છે. દિલ્હીનું તખ્ત કેઈ સારો રાજવી માગે છે. ગુપ્ત કથા કહું છું, હેમરાજજી ! મેવાડમાં નવા રાણા વિક્રમાજિ તે સ્વજનો સાથે હોળી સળગાવી છે. શરા મેવાડીઓએ સુલતાન બહાદુરશાહને ગુજરાતથી તેડવ્યો છે. કેવી સેનેરી પળ !”
ડી વાર થંભી જાઓ, મહારાજ! આ શબ્દ આપ બોલે છે કે મારું દિલ બોલે છે, તે મને વિચારી જેવા દે ! મારો જરિ યાની જામો ફાટ ફાટ થાય છે. મહારાજ, પિંજરામાં પુરાયેલું પંખી તક મળતાં જેમ એકાએક બહાર ધસી આવે એમ મારા હૃદયતરંગ આજ કબજે નથી રહેતા. વર્ષોથી દિલમાં વાળી રાખેલાં વહેણ આજ બંધન સ્વીકારતા નથી. ખરી વાત છે, મહારાજ! હેમરાજ ઝવેરી રહેવા નથી સરજાયે–એવા પોકાર અનેક વાર મારા દિલમાં ઊઠેલા. પિતૃઆજ્ઞાપાલક હૃદયે એ દાબવામાં જ ડહાપણ માનેલું. પણ આજ છડેચોક કહું છું કે હેમરાજ ઝવેરી નથી, નથી ને સાત વાર નથી.” હેમરાજ જતિજીના પ્રોત્સાહનથી ભાવાવેશમાં આવી ગયા. મસ્ત ચિત્તો પોતાની બખોલમાં જેમ આંટા મારે તેમ હેમરાજજી નવનવા વિચારવમળમાં અટવાતા ઊભા થઈને ખંડમાં આંટા મારવા લાગ્યા. થંડી વારે એમણે ફરીથી આગળ ચલાવ્યું : ૪૮ : જતિજીએ કહેલી રાજકથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org