________________
ડી વારમાં તેઓ સમાન ભૂમિકા પર આવી ખડા રહી જતા, કારણ કે બંનેને ધર્મ એક જ રાહ તરફ જતો દેખાતો. એક અલ્લાહને માનતો, બીજે ઈશ્વરને એક અલ્લાહના પેગામ લાવનાર પયંગબરને સ્વીકારતો, બીજો શાસને જતિ કરનાર તીર્થકરને માનતો. એક ઇસ્લામને કલમો પઢનાર અને ઈમાન ધરાવનારને અનુયાયી તરીકે સ્વીકારતો, બીજો નવકારમંત્ર ભણનાર ને સમ્યક્ત્વ સ્વીકારનારને શાસનસેવક માનતો. સારું-નરસું, પાક–નાપાક બંને ત્યાં હતાં. સારાને સ્વર્ગ, પાકને જન્નત; નરસાને નરક, નાપાકને જહન્નમ બંને સ્વીકારતા. - કવિતાના રસિયા ને સાદી ધર્મચર્ચાના સંતોષી આ બે કિશોરો યુદ્ધચર્ચાના મેદાનમાં ખૂબ જ જુદા પડતા, પણ એ જુદાઈમાં
જીવંત જ્ઞાન હતું, ઝેરર નહોતાં. ઇતિહાસ તો બંને બાળકેએ વાંચો હતો, પણ જીવંત ઈતિહાસબોધ સુવિખ્યાત શહેનશાહ બાબર પરથી તારવ્યો હતો. સમર્થ પંડિત, સમર્થ સંગીતશાસ્ત્રી ને મોટો કવિ હોવા છતાં મોગલકુળતિલક બાબર કલ્પનાજગતને વસનારો નહોતો. એ શૂરવીર સમરવિજેતા હતો; અજબ સાહસી, પરમ તેજસ્વી ને પ્રતિભાશાળી પુરુષ હતો. પ્રજાની આઝાદી એને પસંદ હતી. શરીરબળમાં એ અસામાન્ય હતો. ચાળીસ કેસની ઘોડાની મુસાફરી તો એ જવાંમર્દને મન રમત હતી. ગમે તેવી નદીઓ તરીને ઊતરવી એ એને સહજ આનંદ હતો. પિતાના કુટુંબને એ અજબ પ્રેમી હતો. એ મેગલકુળતિલકના જીવનની પ્રેરણા આ બે બાળકોને મળી.
બંને કિશોરે જ આ ચર્ચા કર્યા કરતા, પણ તરત જ બંનેના સાહસકર્મના ભિન્ન પ્રકાર જણાઈ આવતા. પેલે શ્રાવપુત્ર કહેતોઃ
“ બળ અને કળથી શત્રુને જીત. જે કળથી જિતાતો હોય તો બળ ન વાપરવું. સમશેરના સપાટાથી બહુ બહુ તે એકથી સો
જિન ને દીન : પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org