________________
સમાધાન થતું
ર થતી આવી લાવ, ખી
જણને સંહારી શકાય, પણ યુક્તિ-પ્રયુક્તિથી આખા સૈન્યને હંફાવીહરાવી શકાય. લડાઈમાં ઓછામાં ઓછું લેહી વહેવડાવે એ લાયક સેનાપતિ, ને આ માટે જ શાસ્ત્રમાં સામ, દામ, દંડ ને ભેદને રાજનીતિ ગણવામાં આવ્યાં છે. યુદ્ધમાં છલપ્રપંચ તે સ્વીકાર્ય ને ધર્યા છે.”
બીજે કહે : “અમારા બાપદાદાએ ખૂનનો બદલો ખૂન ને શિરને બદલે શિરથી લેવાની હિમાયત કરી છે. જે માથું તલવારને લાયક હેય એને હીરાને હાર પહેરાવવો અયોગ્ય જ છે, દુષ્ટો, જોડે ભલાઈ એ ભલા જોડે દુષ્ટતા કરવા જેવું છે. રૈયતનું સુખ એ રાજાની પ્રથમ ફરજ છે.”
બંને વચ્ચે અનેક ઉગ્ર ચર્ચાઓ જામતી, ને તરત મીઠું સમાધાન થતું, અને પટાબાજીની, ધનુર્વિદ્યાની, બરકંદાજીની ગરમાગરમ હરીફાઈઓ શરૂ થતી. આવી હરીફાઈમાંથી તેઓનો રવૈરવિહાર રચાતો. દિવસના દિવસે સુધી જંગલે, વને, ખીણો, ટેકરીઓ અને નદીનાળાં ખૂંદીને તેઓ શ્રમિત દેહે ને સશક્ત મને પાછા ફરતા.
જેવી મીઠી એ બાલ્યાવસ્થા હતી, તેવી મીઠી એક ગ્રીષ્મની સંધ્યા ખીલતી હતી. દક્ષિણાયનનો વાયુ હતો. સવારે જ ધનુર્વિદ્યાના ઉસ્તાદ બંનેનું શબ્દવેધનું શિક્ષણ સમાપ્ત કર્યું હતું. એકાએક આ બંને સ્વૈરવિહારી કુમારોએ જંગલમાં જઈને સ્વતંત્ર પરીક્ષા આપી પ્રમાણપત્ર મેળવવાનો નિર્ણય કર્યો. નિશાળની છૂટી બાદ પરબારા પ્રયાણ કરવાને કાર્યક્રમ પણ યોજાઈ ગયો. સહાધ્યાયીઓ ન જોઈ જાય તેમ સરકી જવાની યોજના પણ થઈ ચૂકી.
નિશાળ છૂટી.
એક જ ક્ષણ ને હાથમાં હાથ મિલાવી ફરીદ અને હેમરાજ –એક પઠાણુપુત્ર ને બીજે વણિકપુત્ર–બંને કુમારે, શહેરની દિશા તરફ ન જતાં, જગલ તરફ દોડી ગયા.
આકાશપટલ વધુ ને વધુ શ્યામ થતું હતું. ખાડાખડિયાવાળા, પદ : જિન ને દીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org