________________
મર્દ ફરીદ! એણે જે મર્દાનગી ન દાખવી હેત તો બિહારના શાહન બધાં વર્ષ ત્યાં પૂરાં હતાં ! એક જે તલવારને ઝાટકે ને પહાડ જેવા વાઘના બે કટકા કર્યા. બિહારના શાહે એને ૫૦૦ સવારોની સરદારી આપી, ને ફરીદખાને બદલે શેરખાંનું ઉપનામ આપ્યું ! ઘાયલ શેરખાં પડદે પડડ્યો છે.
રંગ છે ફરીદખાં–ના, ના, શેરખાં તને! અને પેલે ઘેલ હેમરાજ તે “હવાની પીઠે ચઢી જઈ પહોંચ્યા ત્યાં. ફરીથી ચાર દિનની ચાંદની જેવા તેઓના થોડા દિવસ આનંદમાં વીત્યા. હેમરાજે એની માતા કે પત્નીની જેમ સેવાશુશ્રષા કરી, ને જ્યારે ફરીદખાં–શેરખાંને માથે પાણી નાખ્યું ત્યારે મિત્રઘેલે પેલે હેમરાજ મટી ધમણ જેવી છાતી ફુલાવી સહુને કહેવા લાગ્યા :
મારે ફરીદ, મારે શેર, મારે બાદશાહ! તમે સહુ જોશે કે આ એકલહ લડવે હિંદનો બાદશાહ બનશે.
ના, ના, હેમરાજ ! આપણે બેય બાદશાહ બનીશું. તું કઈ વાતે મારાથી કમ છે?” શેરખાંએ મિત્રને કહ્યું.
ના, ના, એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે. હું ભલે ને મારું ઝવેરાત ભલું.”
તો તું મને બારશાહ બનાવશે?”
હું બનાવીશ.” હેમરાજે ગર્વભેર કહ્યું, “પણ, વહાલા દસ્ત, શું શેરને જંગલનો તાજ કઈ પહેરાવે છે ?'
પૂરવભવની કઈ પ્રીત જ હશે, કે આમ આ બે બાળકોને વિધાતાએ એક જ નિર્માણ કર્યા. ન એમને ધર્મે છેતર્યા, કે ન એમને રીતરિવાજે રિસાવ્યા. પછી તો એક દિલ્હીનો ઝવેરી બન્યા, બીજે સમરાંગણને સિપાહી બન્યા.
કોઈ દીવાન શાયરની ટાથી કથા કહેનાર અટક્યો, અને ૬૪ : જિન ને દીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org