________________
સાધનાને સિદ્ધિ વરવી અશકય નથી, એ વિજય પામતા ચાલ્યા. કેટલાય સુબાને, સામ ંતને, સુલતાનાને એમણે પેાતાન પ્રતિભા, વિદ્વત્તા, લાગવગ, ચમત્કારથી જૈન ધર્મ પ્રત્યે સહિષ્ણુ બનાવ્યા. પણ એ તેા હજી એમના કાર્યોનું પ્રથમ પગથિયું હતું. એમને તે! આખા આર્યાવર્ત પર જેની હાક વાગતી હોય એવા ચમરબંધી રાજવીને પેાતાના અનુયાયી બનાવવેા હતેા; સિદ્ધસેનની જેમ કેાઈ વમાનકાલીન મહા વિક્રમને પ્રતિભેાધવા હતા.
અને આ માટે ભારતવર્ષના ભાગ્યાકાશસમા દિલ્હી નગરમાં, મભૂમિના વાવટાળેા વટાવી, રાજકીય વાવટાળેામાં તેએ પ્રવેશતા હતા. એમની પાસે વિરતિ હતી, એટલે રાજક!જના લપસણા પ્રદેશમાં લપસી પડવાને એમને લેશમાત્ર ડર નહાતા. એમની પાસે વિદ્યા અને બુદ્ધિ હતી, એટલે રાજસભામાં ઝાંખા પડવાને સંભવ નહોતા. હૈયામાં હામ હતી તે પાસે દામ ખર્ચ તેવા દાનવીરા હતા. ગંગાજમનાને ખાળવાને સેાનારૂપાની પાળ બાંધવી પડે તે તે માટે એ સમર્થ હતા. એમની ઝોળી ભિક્ષાની હતી, પણ એમાં દેશના દેશને ઉદ્દારવાની શક્તિ હતી.
જરૂર હતી ફક્ત રાજ્યાશ્રયની, અને એ માટે રાજરમતના મહામેદાનસમા દિલ્હીના દરવાજાને તેએ એળંગતા હતા. મહાભારતના ઇંદ્રપ્રસ્થનાં ખંડેરેશને વીંધીને એ આગળ વધ્યા કે એમની નજર કુતુમિનાર પર મંડાઈ ગઈ. જૈન અને હિં...દુ મંદિરના અવશેષામાંથી સર્જાયેલા આ કુતુબમિનાર !
તે જતિની કલ્પના એકદમ ભલી ઊઠી.
દિલ્હીના આજના મેાગલ રાજવીને શા માટે નિર્દંશ ન બનાવી શકાય ? પણ દિલ્હીના રાજવીઓને મળવું, અને સ્વર્ગ ના રાજવીઓને મળવું સાધુ માટે એકસરખું હતું. છતાં હામ હાયે કઈ ચાલે!
Jain Education International.
For Private & Personal Use Only
જતિજી : ૨૯
www.jainelibrary.org